SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠીના ઘરમાં રહી શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રચ્યું છે. પાર્શ્વનાથનું આ ચરિત્ર વિક્રમના ૧૧૬૮મે વર્ષે રચાયું. મુનિસુવ્રત સ્વામીના પ્રસાદ વડે અંબા, સુદર્શના, બંભ, શાંતિ તથા શ્રુત દેવતાના પ્રસાદ વડે આ ચરિત્ર સમાપ્ત થયું. પાંચ પ્રસ્તાવમાં આપેલ આ ચરિત્રમાં પરમાત્માના છ ભવોનું અનુપમ દયા, સમભાવ, અસાધારણ મહિમા, માહાભ્ય, માત્ર નામ સ્મરણથી થતા લાભો સાથેનું અદ્ભુત વર્ણન, પાંચ કલ્યાણકોમાં દેવોએ ભક્તિપૂર્વક કરેલ મહોત્સવ, સમવસરણમાં બિરાજમાન થઈ અહિંસા, સજ્ઞાન, સિધ્ધાંતશ્રવણ, યતિગૃહધર્મ, અગ્યાર પડિમા વગેરે વિષયો ઉપર દિવ્યવાણી વડે આપેલ અપૂર્વ દેશના, દશ ગણધરોના પૂર્વભવોના વૃત્તાંતો અને બીજી અંતર્ગત અનેક બોધપ્રદ અનુપમ કથાઓ અને જાણવા લાયક અન્ય વિવિધ વિષયોના વર્ણનો વગેરે આપેલા છે. તેઓશ્રી પોતે પોતાને ઓળખાવે છે. તેમ તે ‘વજશાખીય અને ચંદ્રકુલીન આચાર્ય તરીકે જ ઓળખાય છે. • તેમણે આચાર્યપદ ગ્રહણ કર્યા પહેલા મહાવીરચરિત્ર વિ.સં.૧૧૩૯માં રચ્યું. • કથા રત્નકોશ વિ.સં.૧૧૫૮માં રચ્યો. • પાર્શ્વનાથ ચરિત્ર ૧૧૬૮માં રચ્યું. • શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર આચાર્ય દેવભદ્ર, શ્રી સુમતિવાચકના શિષ્ય હતા.' આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્યરૂપે રચાયો છે. શ્લોક પ્રમાણ સાડા અગિયાર હજાર હોવાનું અનુમાન છે. નાની-મોટી મૌલિક પચાસ કથાઓના સંગ્રહરૂપ છે. આ ગ્રંથમાં પ્રસંગોપાત સંસ્કૃત તેમજ અપભ્રંશ ભાષાનો ઉપયોગ પણ ગ્રંથકારે કરેલ છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે બીજા કથાકોશ ગ્રંથોમાં એકની એક પ્રચલિત કથાઓ સંગ્રહાએલી હોય ત્યારે આ કથા સંગ્રહમાં એમ નથી. લગભગ બધી જ કથાઓ અપૂર્વ જ છે. જે બીજે સ્થળે ભાગ્યે જ જોવા મળે. જો આ બધી ધર્મકથાઓને નાના બાળકોની બાળભાષામાં ઉતારવામાં આવે તો એક સારી એવી બાળકથાની શ્રેણિ તૈયાર થઈ શકે એમ છે. આ ધર્મકથા ગ્રંથમાં શૃંગાર આદિ જેવા રસોનો લગભગ અભાવ છતાં આ ગ્રંથ શૃંગાર રહિત બની ન જાય અથવા નિરસ ન બની જાય તેની ચોક્કસાઇ ગ્રંથકારે રાખી આ ગ્રંથમાં ગ્રંથકાર જે જે ગુણોને વિષે કથા કહેવી શરૂ કરે છે તેના પ્રારંભમાં, 193
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy