SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ભગવાનના પગલાં થયા પછી તે ક્ષેત્રમાં થઈ રહેલા ઉપદ્રવો કે રોગાતક કોઇપણ નિમિત્તે શાંત થઇ જાય છે. અર્જુનનો ઉપદ્રવ પણ સુદર્શન શેઠના નિમિત્તથી દૂર થયો. દેવી તાકાત સામે અધ્યાત્મિક તાકાતનો જવલંત વિજય થતાં અર્જુન માળી અર્જુનઅણગાર બની જાય છે. છઠ્ઠના પારણે છઠ્ઠ કરી અદ્ભુત સમતા, સહનશીલતા, ક્ષમાભાવના અને ધર્યતાની પરાકાષ્ઠાને પામી, છ માસમાં અષ્ટ કર્મનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. બાળ મુનિરાજ અતિમુક્ત કુમાર પ્રભુ મહાવીરના શાસનમાં સૌથી લઘુવચમાં સંયમ અંગીકાર કરનારા એક જ અણગાર છે. આ સૂત્રમાં અતિમુક્ત કુમારની જિજ્ઞાસા અને ૧૪ પૂર્વી ગૌતમ ગણધરનાં સમાધાનના સંવાદમાં બંનેની મહાનતાના દર્શન થાય છે. અતિમુક્ત તો ગૌતમ ગણધરની આંગળી ઝાલી પણ ગૌતમે તો તેમનો હાથ ઝાલ્યો ને પાત્રતા જાણી પ્રભુ પાસે લઈ ગયા. અતિમુક્તને વૈરાગ્ય ભાવ જાગતા સંયમ ગ્રહણ કરવા ઈચ્છે છે અને માતા-પિતાની આજ્ઞા લઈ સંયમ ગ્રહણ કરે છે. આમ, સંયમ ગ્રહણનો નિર્ણય આંતરિક પાત્રતા ઉપર નિર્ભર છે. આગમમાં બાલવયની દીક્ષાનો વિરોધ નથી. સાતમા, આઠમા વર્ગમાં શ્રેણિકની નંદાદિ-૧૩ અને કાલી આદિ ૧૦, કુલ ર૩ રાણીઓના જ્ઞાનાભ્યાસ, તપ આરાધનાઓનું કલ્પનાતીત વર્ણન છે. ઉત્કૃષ્ટ તપના કારણે તેમની દેદીપ્યમાન બનેલી દિવ્ય કાયાનું સૌંદર્ય વર્ણવ્યું છે. રાણીઓ ફૂલ સમાન કોમળ છે. તેટલી જ તપસાધનામાં સિંહણ સમાન શૂરવીર પણ છે. એકથી એક ચડિયાતા તપ અને દેહાધ્યાસ ત્યાગની સર્વોત્કૃષ્ટ ઝલક છે. આમ, અંતગડ સૂત્રમાં ૮ વર્ષના અતિમુક્ત કુમાર, ૧૬ વર્ષના ગજસુકુમાલથી લઈને આશરે હજાર વર્ષની ઉંમરવાળા અનીયસકુમાર આદિ કુમારોના સંયમ લેવાના ઉદાહરણ છે. તો કૃષ્ણ વાસુદેવ જેવો પતિ હોવા છતાં પદ્માવતી આદિ રાણીઓ સંયમ લે છે. તો શ્રેણિક રાજાના મરણ પછી નંદા આદિ ૨૩ રાણીઓ પણ દીક્ષિત થાય છે. અતિ સાહ્યબી હોવા છતાં પુણ્યશાળી રાજકુમારો સંયમ લે છે. તેમજ ભયંકર પાપી માળી પણ દીક્ષિત થવાના દ્રષ્ટાંતો છે. દરેકનો આશય ને સંદેશ ભોગવૃત્તિનો ત્યાગ અને પરિગ્રહની હેયતા છે. - વિપાક સૂત્ર - ગુણવંત બરવાળિયા શ્રી વિપાકસૂત્ર વિશે કહે છે કે, શ્રી વિપાકસૂત્ર આગમમાં અજ્ઞાન દશામાં બાંધેલા કર્મોના ભયંકર ફળ પાપ કર્મોથી દૂર રહેવાનો માર્ગ બતાવે છે. દુષ્કૃત્યથી દુઃખ વિપાક અને સુફતથી સુખ 96
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy