SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. સાધક જો આ પ્રતિમાનું સભ્યપાલન ન કરી શકે તો ઉન્માદને, દીર્ઘકાલીન રોગાતકને પામે છે અથવા જિનધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. ગજસુકુમાલ મુનિના ઉત્કૃષ્ટ વૈરાગ્યથી અજ્ઞાત અને પુત્રી મોહમાં અંધ થયેલા સસરા સોમિલ બ્રાહ્મણનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠે છે. પરિણામ સ્વરૂપ નવદીક્ષિત મુનિરાજના તાજા મુંડિત મસ્તક પર ધગધગતા ખેરના અંગારા ભીની માટીની પાળ બાંધી રાખી દીધા. અહીં સૂત્રકારે ગજસુકુમાલ મુનિની અસહ્ય વેદનાનો હૃદય સ્પર્શી ચિતાર આપ્યો છે. એક જ દિવસના ચારિત્ર પર્યાય દ્વારા તેમણે કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરી લીધો. આ પ્રસંગના અનુસંધાનમાં કૃષ્ણ વાસુદેવની પ્રભુતામાં લઘુતાના દર્શન કરાવતો માર્મિક પ્રસંગ છે. એક અતિ વૃધ્ધ વ્યક્તિને જોઈ કૃષ્ણ મહારાજનું ફૂલ જેવું કોમળ હૃદય અનુકંપાથી દ્રવિત થઈ જાય છે અને એના સહયોગ માટે સ્વયં ઢગલામાંથી ઈંટ ઉઠાવે છે. તેનું અનુકરણ કરી અન્ય સૈનિક દળે આખો ઇંટનો ઢગલો ઘરમાં પહોંચાડી દીધો. જે રીતે કૃષ્ણ પેલા વૃધ્ધને સહાયતા કરી તેવી રીતે સોમિલે ગજસુકુમાલ મુનિને લાખો ભવોના સંચિત કર્મોને ભસ્મીભૂત કરવામાં સહાયતા કરી. બધા વાસુદેવ નિયમા નરકમાં જવાવાળા હોય છે. તેમજ સંયમ સ્વીકારી શકતા નથી. એક બાજુ કૃષ્ણ વાસુદેવને નરકગામી બતાવ્યા તો બીજી તરફ અરિષ્ટનેમિ ભગવાન તેમને તે નરક પછીના ભાવમાં આગામી ઉત્સર્પિણી કાળના અમમ” નામના બારમા તીર્થકર બનશે એવી ભવિષ્યવાણી કરે છે. દ્વારિકાના નાશના ત્રણ કારણ સુરા, અગ્નિ અને દ્વૈપાયન ઋષિ છે. કૃષ્ણ જ્યારે દ્વારિકાનો ભાવી નાશ જુએ છે ત્યારે પોતાની સંયમ લેવાની અસમર્થતા હોવા છતાં નગરજનોને પરિવારજનોને સંયમ લેવા માટેની સુલભતા ને સંયોગ કરી આપે છે. ત્યારપછી પદ્માવતી આદિ ૮ રાણી અને બે પૂત્રવધુ ને દીક્ષાના ભાવ જાગે છે. અને વીશ વર્ષનું ચારિત્ર પાળી મોક્ષે સીધાવે છે. આમ, આ પાંચ વર્ષમાં અરિષ્ટનેમિના શાસનકાળના ૪૧ સાધુ અને ૧૦ સાધ્વીઓનો અધિકાર છે. ૬, ૭, ૮ વર્ગમાં ભગવાન મહાવીર શાસનકાળના ૧૬ સંતો અને ર૩ સાધ્વીજીઓનું વર્ણન છે. છઠ્ઠાવર્ગમાં રાજગૃહી નગરીના અર્જુન માળીનો પ્રસંગ છે. પાંચ મહિના, તેર દિવસમાં ૧૧૪૦ વ્યક્તિઓની (૯૭૮ પુરુષો, ૧૬૩ સ્ત્રીઓ) બેધડક હત્યા કરનારા અર્જુનમાળી જેવા હત્યારાને સુદર્શન શેઠની શ્રધ્ધા સુ-દર્શન કરાવે છે. અહીં શક્ય છે કે 95
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy