SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વ્રતવિચાર રાસ’ વિશે કવિના સ્વ-હસ્તે લખાયેલી હસ્તપ્રત પરથી શ્રીમતી રતનબેન છાડવાએ આ સંશોધનકાર્ય કર્યું છે. એમના આ સંશોધન કાર્યમાં પ્રેરનાર એમના માર્ગદર્શન ડૉ. કલાબહેન શાહ જેવા વિદ્યાનિષ્ટ વિદુષી છે કે એમણે જુદા જુદા વિષયોમાં અભ્યાસીઓને માર્ગદર્શન આપીને એ વિષયને ઉઘાડી આપ્યો છે. રતનબહેને આ ગ્રંથમા વ્રતવિચાર રાસ' વિશે એટલે ઊંડું અધ્યયન કર્યું છે કે જેને પરિણામે કોઈપણ સંશોધને પોતાના સંશોધનમાં કયાં કયાં પાસાંઓ આવરી લેવા જોઈએ, એનો અહીં તાદશ ખ્યાલ મળે છે. આ ગ્રંથમાં મધ્યકાલીન રાસાનું સ્વરૂપ અને એનો વિકાસ દર્શાવીને એની પૃષ્ઠભૂમિમાં કવિ ઋષભદાસ કૃત વ્રતવિચાર રાસ'ની ચર્ચા કરી છે. જૈન ધર્મમાં વ્રતભાવનાઓનો મહિમા એ માટે છે કે એ માત્ર કોઈ વ્રત પાલનમાં જ કે ધર્મક્રિયામાં જ અટકી જતી નથી, પરંતુ એ દ્વારા ભક્તિના જીવનને ઘાટ આપનારી ચેતનાનું નિર્માણ થાય છે. બાહ્મ તપની વાત કરીને આહાર સંબંધી યોગ્ય સમજ કેળવી આપે છે, તો આંતરતપ દ્વારા આત્મામાં પ્રગટતાં અજવાળાંનો માર્ગ બતાવે છે. એ વ્રતથી વ્યક્તિનું ચિત્ત નમ્ર અને નિરાભિમાની બને છે, તો એ જ વ્રતથી વ્યક્તિનો આત્મા દુઃખમુક્ત અને કર્મમુક્ત બને છે. જૈન ધર્મની પ્રત્યેક ક્રિયાઓ તો આ વ્રતમાં છે જ, પરંતુ એક અર્થમાં કહીએ તો આ વ્રતોથી જ જૈનધર્મનો મહિમાભર્યો મહાલય રચાયેલો છે. એ દષ્ટિએ કવિ ઋષભદાસ કૃત વ્રતવિચાર રાસ'માં મધ્યકાલીન ગુજરાતી ભાષામાં એક સાધકને અવગુણોની ઓળખ આપીને ગુણના માર્ગે જવાનો વિકાસપથ બતાવે છે અને સાધકને માટે વ્રત દ્વારા કર્મવિશોધન અને આત્મશોધનની પ્રક્રિયા દર્શાવી છે. વિશાળ મહાલયમાં જેમ અનેક દ્વાર હોય, કેટલીય બારીઓ હોય, એના ઊંચા મિનારા હોય અને એ બધાથી મહાલયની શોભા સર્જાતી હોય, એ જ રીતે આ વ્રતો સાધકને જીવનમહેલની ગરિમાનો સાક્ષાત્કાર કરાવે છે. આમાં આલેખાયેલા અનેક વ્રતોનું શ્રી રતનબહેન છાડવાએ પ્રમાણભૂત વિવરણ કર્યું છે અને જરૂર પડે ત્યાં પરિભાષા દ્વારા એનું આલેખન કર્યું છે. કવિ ઋષભદાસની આ કૃતિમાં સાહિત્ય ગુણો પણ સારા પ્રમાણમાં છે. વર્ણનો, અલંકારો, સુભાષિતો, છંદો, દેશીઓ, શૈલીઓ વગેરે આલેખાયાં છે. અહીં કવિની ભાષા અને શબ્દભંડોળ વિશે પણ વિગતે ચર્ચા કરવામાં આવી છે. આ વ્રતની હસ્તપ્રતની સાથોસાથ એનાં પાઠાંતરો અને એના શબ્દાર્થ આપ્યાં છે, તે સંશોધકને માટે ઘણા ઉપયોગી બની રહેશે. એમાં આલેખાયેલી કથાઓ આ વ્રતને સમજવા માટે એક ભૂમિકા પૂરી પાડે છે. આ એક એવો ગૃહસ્થ કવિ છે કે જેની કાવ્યકૃતિઓ વ્યાખ્યાનોમાં પણ વંચાય છે. આ રીતે સમગ્ર દષ્ટિએ જોઈએ તો આ ગ્રંથ આપણને મધ્યકાલીન યુગમાં થયેલા એક ધર્મનિષ્ઠ ગૃહસ્થ શ્રાવકે સર્જેલી ઉત્કૃષ્ટ કૃતિનો સર્વાગી અને સંશોધનાત્મક પરિચય કરાવે છે. તા. ૧૧-૯-૨૦૧૨.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy