SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ VER MASTER SEVER NEVER AVER SEVER AVER મધ્યકાલીન કૃતિનો સર્વગ્રાહી સંશોધનાત્મક આલેખ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ કોઈ સર્જકની પ્રતિભા તમારા ચિત્ત પર છવાઈ જાય, ત્યારે કેવો આનંદપૂર્ણ આહ્લાદક અનુભવ થાય છે. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસના પ્રારંભ સમયથી જ માનસપટ પર કવિ ઋષભદાસની છબી સતત ઝળહળતી રહી છે. મધ્યકાલીન ગુજરાતી જૈન-સાહિત્યના પ્રધાનતઃ ત્યાગી અને તપસ્વી સાધુઓએ લખેલી રચનાઓ પ્રાપ્ત થાય છે. એ સર્જનના નભોમંડળમાં કવિ ષભદાસ એક જ જુદી આભા પ્રસરાવતા નિજાનંદી લોકલક્ષી સર્જક લાગે છે. એમના રુંવેરૂંવે માતા સરસ્વતી પ્રત્યે અગાધ આસ્થા છે અને તેથી જ એમની પ્રત્યેક કૃતિનો આરંભ મોટે ભાગે ‘કરજો માતા વાંછ્યું કામ, પ્રથમ જપું હું તાહારું નામ' એમ કહીને ભાવવિભોર બનીને સરસ્વતી સ્તુતિ કરે છે. વળી માતા સરસ્વતીના પ્રસાદને પરિણામે એમણે આવી કથાઓ લખી એવી જનશ્રુતિ પણ છે. કેટલીક કૃતિઓમાં તો માતા સરસ્વતીની અતિ દીર્ઘ સ્તુતિ મળે છે. કવિ ઋષભદાસના માનસમાં દિગ્ગજ વિદ્વાન સિદ્ધસેન દિવાકરસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, મહાકવિ કાલિદાસ, હર્ષ અને માઘ જેવા મહાન સર્જકોની કૃતિ અને સ્મૃતિ એવી જડાયેલી છે કે આ કવિજનોને નમ્રતાપૂર્વક પ્રણામ કરીને આદરસહિત સ્વસર્જનનો પ્રારંભ કરે છે. કવિ ઋષભદાસે એમના જીવનકાળમાં ૫૮ સ્તવન, ૩૪ રાસા ઉપરાંત ગીત, સ્તુતિ, નમસ્કાર વગેરેનું સર્જન કર્યું છે. એક બાજુ પુરોગામીઓ પ્રત્યે આદરપૂર્વક નમ્રતા પ્રગટ કરતો આ કવિ કવિતાના મર્મને પૂરેપૂરો પારખું છે. અહીં કવિ વિલિયમ વર્ડ્ઝવર્થની કવિતાની વ્યાખ્યાનું સ્મરણ થાય છે કે 'All good poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquillity.' કવિતાની પ્રેરણા ચિત્તમાં એકાએક વીજળીની પેઠે ઝબકે છે અને એવી કવિતા ખંભાતના આ કવિ કહે છે, ‘કવિતા પંડિત જગિ ઘણા, બુઝવે નારિ બાલ, પ્રાહિ પંડિત તે નહિ, સમઝાવઈ ભૂપાલ.’ એટલે કે ‘રાજાને રાજી કરવા કવિતા રચે તે કવિ ન કહેવાય, પરંતુ સામાન્ય નર, નારી બાળકોને પણ સમજાય અને આનંદ આપે તે સાચો કવિ કહેવાય.' કવિતા જ્યારે રાજ્યાશ્રય પામેલી હતી, તે સમયે પોતાની કાવ્યરચના પાછળ નિજાનંદનો ઉદ્દેશ પ્રગટ કરનારો આ કવિ વિશિષ્ટ એ માટે કહેવાય છે કે એની દૃષ્ટિ કવિતાની આધુનિકતા વિભાવના સાથે સામ્ય ધરાવે છે. વળી તે સામાન્યજનના ચિત્તને સર્જનથી આનંદ આપવાની છે. ગુજરાતી રાસસાહિત્યમાં એક ઝળહળતું રત્ન હોય, તો તે કવિ ઋષભદાસ છે. એમનાં ૩૪ જેટલાં રાસમાં એમની પ્રતિભાનો આગવો ઉન્મેષ અનુભવાય છે. એમના કેટલાક સ્વહસ્તે લખાયેલા રાસા પ્રાપ્ત થાય છે. એવા રાસમાંથી ૧૬૧૦ના કાર્તિક મહિનામાં ખંભાતમાં રચાયેલા ૮૬૨ કડીના Saver Gaver Save
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy