SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) જવાબ (સાંગણ) આમ કવિએ સમસ્યાઓ વડે પણ પોતાના દેશ(વતન)નું, પિતાનું નામ વગેરે દર્શાવ્યાં છે. કવિનું વતન ખંભાત કવિની કૃતિઓ જોતાં જણાય છે કે, સાધુ-ચરિત્ જૈન ગૃહસ્થ કવિ ઋષભદાસ પોતાના નિવાસ સ્થાન વતન તરીકે ખંભાત જણાવીને જ અટકતા નથી પરંતુ પોતાની લગભગ બધી કૃતિઓમાં તેનું સુંદર વર્ણન આપે છે. જે તેમનો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ બતાવે છે. ‘શ્રેણિક રાસ', ‘હીરવિજયસૂરિ રાસ’, ‘ભરતેશ્વર રાસ’, ‘હિતશિક્ષા રાસ' વગેરેમાં ખંભાતનું હૂબહૂ વર્ણન કર્યું છે અને તે ઐતિહાસિક દષ્ટિથી અતિ ઉપયોગી છે. જેના ઉપરથી બાદશાહ જહાંગીર અને શાહજહાંના સમયના ખંભાતની વિસ્તૃત અને વિશ્વાસપાત્ર માહિતી મળે છે. કવિ પોતે ખંભાતના જ વતની હોવાને કારણે તેમણે પોતાની વિવિધ સાહિત્યકૃતિઓ પણ ખંભાતમાં જ રચી છે. જે નીચેની પંક્તિઓ દ્વારા જણાય છે : (૧) ‘નિસાંણ’ તણો ગુરુ અખ્ખર લેહ, લઘુ દોય ‘ગણપતિ’નાં જેહ, ભેલી નામ ભલું જે થાય, તે કવિ કેરો કહું પિતાય. – (૨) ગુરુ નામેિં મુઝ પોહોતી આસ, ત્રંબાવતીમાં કીધો રાસ, સકલ નગર નગરીમાંહિ જોય. ત્રંબાવતી તે અધિકી હોય. કવિની કૃતિઓ ઉપરથી સંવત સત્તરમી સદીના ખંભાત શહેરની રચના, ત્યાંની જનસ્થિતિ, રાજસ્થિતિ, લોકોનો પહેરવેશ, રીતભાત વગેરે કેવાં હતાં, તે યથાસ્થિત જાણવા મળે છે. ખંભાત શહેરની સમૃદ્ધિ, તેનાં જુદાં જુદાં નામો પણ ઐતિહાસિક છે. ‘શ્રેણિક રાસ’ અને ‘હીરવિજય સૂરિ રાસ’માં કવિ ખંભાતનું વર્ણન કરતાં દર્શાવે છે કે, એ અરસામાં ખંભાત શહેરમાં ૮૫ દેરાસરો, બેતાલીસ પૌષધશાળાઓ છે. અન્ય હરિમંદિરો પણ ઘણાં છે. ષટ્કર્શનના પંડિતો અરસપરસ રાગદ્વેષ વગર પ્રેમથી હળીમળીને રહેતા. લોકો પણ ઉદાર દિલના, વિવેકી અને પાપબુદ્ધિથી પર છે. ત્યાં ઘણા વેપારીઓ વસે છે. ત્યાંના લોકો અતિસમૃદ્ધ છે. ખંભાત સઘળાં નગરોમાં પ્રસિદ્ધ છે. તેને ફરતો ત્રાંબાનો દિવ્ય કોટ છે. ત્રણ દરવાજા અને કોટ ઉપર બુરજો છે. ત્રંબાવતી નગરી અમરાપુરી જેવી છે. આવી અનુપમ નગરીનાં ત્રંબાવતી, ખંભાનગર, ભોગાવતી, લીલાવતી, કર્ણાવતી આદિ અનેક નામ દર્શાવ્યાં છે જે નીચેની પંક્તિઓ દ્વારા પ્રતીતિ કરાવે છે. (૧) - – હીરવિજયસૂરિ રાસ સં. ૧૬૨૫ વસઇ લોક વારૂ ધનવંત, કનક તણા કંદોરા જયા, પહિરઈ પટોલાં નારિ ગુણવંત, ત્રણ્ય આંગલે તે પુહુલા ઘડ્યા. પંચ્યાસી જિનના પ્રાસાદ, ધ્વજ તોરણ તિહાં ઘંટાનાદ, પસ્તાલીસ જિહાં પોષધશાલ, કરઈ વખાણ મુની વાચાલ. ==૩૬ – હીરવિજયસૂરિ રાસ સં. ૧૬૮૫
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy