SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસુ અનૂપમ ગામ, જેહનાં બહુ છે નામ, ત્રંબાવતી પિણ કહિયે, ખંભનગર પિણ લહિયે. (૪). ભોગાવતી પિણ હોય, નગર લીલાવતી જોય, કર્ણાવતી પિણ જાણું, ગઢ મઢ મંદિર વખાણું. - ભરતબાહુબલિ રાસ સં. ૧૯૭૮ આમ ઉપરનાં વર્ણનો દ્વારા કવિ તે સમયે લોકો કેવી જાતનાં ઘરેણાં, કપડાં પહેરતાં એ સઘળું યથાસ્થિત દર્શાવે છે. આ ઉપરથી કહી શકાય કે ન્યાયી લોકપ્રિય જહાંગીરના અમલમાં રૈયત ઘણી સુખી અને સમૃદ્ધ હતી તેમજ તે વખતનું ખંભાત અમરાપુરી ગણાતું હતું. કવિ ઋષભદાસ ઉપરાંત તેમના સમકાલીન કવિઓ જયસાગરની ‘વિજયસેનસૂરિ સઝાય’ (ઈ.સ. ૧૬૦૪) અને સ્થાનસાગરનો “અગડદત્ત રાસ' (ઈ.સ. ૧૬૨૯) ઉપરથી પણ તે સમયના ખંભાત વિષે કેટલીક માહિતી આ પ્રમાણે જ મળે છે. જેમ કે - ત્યાં ઈન્દ્ર વિમાનો જેવાં મંદિરો - દેવભુવનો શોભે છે. માળો અને અટારિવાળાં શ્વેત મકાનો ત્યાં શોભી રહ્યાં છે. પુરુષોના મનને આકર્ષતી ગજગામિની સ્ત્રીઓ ત્યાં શોભી રહી છે. પોતપોતાના આચારને પાળતા પુણ્યવંત પુરુષો ત્યાં વસે છે. જિનમંદિરોમાં ત્યાં હંમેશાં પૂજાઓ રચાય છે. ખંભાતના વર્ણનના સમર્થનમાં બીજા ઈતિહાસમાંથી ખંભાતની આ સમયની સ્થિતિ (પરત્વે) વિષે વિદ્વાન શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ લખે છે કે, ખંભાત વિષે સત્તરમી સદીના યુરોપિયન મુસાફરો પણ નીચે પ્રમાણે લખી ગયા છે. જેમ કે, ખંભાતમાં વેપાર એટલો બધો છે કે જો મેં તે જાતે જોયો ન હોત તો એટલો વેપાર ત્યાં હોય એમ હું માનત નહિ (સીઝફેડ્રિક – સને ૧૫૯૮). આ શહેર ઘણીજ વસ્તીવાળું અને ઘણાં મોટાં પરાવાળું છે અને ત્યાં વહાણ ઘણાં એકઠાં થાય છે (ડીલાવેલી - સને ૧૬૨૩). સુરત સાથે સરખામણી થાય નહિ એટલું બધું સુરતથી મોટું ખંભાત છે (મેન્ડેલસ્સો-સને ૧૬૩૮). સુરતથી બમણું મોટું ખંભાત હતું. (બેલ્જીયસ - સને ૧૬૭૧) આ સર્વ હકીકત ઋષભદાસે કરેલા ૧૭મી સદીના પૂર્વાર્ધના ખંભાતના વર્ણનને સમર્થન આપે છે. ઋષભદાસ કવિનો સ્વપરિચય કવિની પોતાની ‘હિતશિક્ષા રાસ', “હીરવિજયસૂરિ રાસ’ વગેરે કૃતિના અંતમાં કવિ ઋષભદાસે પોતાની રોજનીશી પણ આલેખી છે. તેના ઉપરથી તેમનો સ્વપરિચય પણ જાણવા મળે છે. ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના માર્ગને વહન કરનાર કવિ ઋષભદાસ જૈન ધર્મના અનુયાયી હતા. સમકિતપૂર્વક બાર વ્રતનું પાલન ખૂબ જ દૃઢતાપૂર્વક પાળતા હતા. મુનિચંદન, જિનપૂજા, વ્યાખ્યાનશ્રવણ આદિ ધાર્મિક ક્રિયાઓ હંમેશાં કરતા. દરરોજ બેસણું કરતા તેમ જ આઠમ, પાંખી -- જૂ૩૭ {
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy