SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ વિસનગરમાં રહેતા હતા અને પછી ભાગ્ય યોગે વેપાર અર્થે ત્રંબાવતી (ખંભાત)માં જઈને વસ્યા હતા. કવિના પિતાશ્રીએ પણ “સંઘવી' તરીકે નામના મેળવી હતી એટલે તેમણે પણ પોતાના જીવન દરમ્યાન સંઘ કાઢી સંઘપતિ બની અનેક તીર્થ સ્થાનોની યાત્રા કરી અને કરાવી હતી. તેઓ શ્રાવક તરીકેની ધાર્મિક ક્રિયા કરનારા તેમ જ પોતાના પિતા મહરાજ જેવા જ ગુણ ધરાવનાર અરિહંતના ચુસ્ત ભક્ત હતાં. તેમ જ જિનશાસનમાં સાચી શ્રદ્ધા ધરાવતા હતા. અને ત્રિકાળ જિનપૂજા કરતા હતા. કવિની માતાનું નામ સરૂપાદે હતું કે જે ગુણિયલ સંસ્કારી સુશ્રાવિકા હતા. તેમના સંબંધી વિશેષમાં કવિએ કંઈપણ કહ્યું નથી. નીચેની પંક્તિઓ પરથી તેમનાં માતા-પિતાનો ટૂંકો પરિચય મળે છે. જેમ કે, સોય નગરિ વસઈ પ્રાગવંસિવડો, મહીરાજનો સુત તે સહ સરિખો, તેહ ઝંબાવતી નગર વાસે રહ્યા, નામ તસ સંઘવી સાંગણ પેખો. - વ્રતવિચાર રાસ અને કુમારપાળ રાસ સંઘવી સાંગણનો સુત કવિ છે, નામ તસ ઋષભ જ દાસ, જનની સરૂપાદેને શિર નામી, જડ્યો ભરતનો રાસ રે. - ભરત બાહુબલિ રાસ સં. ૧૯૭૮ વ્રત બાર ભણાવે જઈને રે, જીન પૂજે ગણિ કાલજી, પરરમણી પરધનથી અલગા, ન દીએ પરને આલજી. - જીવવિચાર રાસ સં. ૧૬૭૬ આ ઉપરાંત હીરવિજયસૂરિ રાસ’માં તેમ જ “ઉપદેશમાલા રાસ'માં કવિએ પોતાનું નામ, વતન, પિતા, રાજા અને ગુરુનું નામ સમસ્યાઓથી ટૂંકમાં પરિચય આપ્યો છે. તે બન્ને કૃતિમાં કવિ નીચે પ્રમાણે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. જેમ કે, કવણ દેશે થયો, કવણ ગામે કહ્યો, કવણ રાયે લહ્યો એહ રાસો, કવણ પુત્રે કર્યો, કવણ કવિતાભયો, કવણ સંવચ્છર, કવણ માસો, કવણ દીન ની પનો, કવણ વારઈ હુઓ. કરિઅ સમસ્યા સહુ બોલ આણઈ. અને પછી કવિ સમસ્યાઓથી તેનો જવાબ આપતાં કહે છે કે, સામાન્ય માણસ (મૂઢ વ્યક્તિ) તે સમજી શકશે નહિ પરંતુ નિપુણ (ચતુર) પંડિતો તે જાણી શકશે અને આ સમસ્યા દ્વારા પોતાનો ટૂંકો પરિચય આપ્યો છે. જેમ કે, પાટણ માંહિ જુઓ નર જેહ, નાતી ચોરાસી પોષણ તેહ, મોટો પુરુષ જગિં તેહ કહેશ, હનિ ન્યાતનિ નામિં દેશ. જવાબ – (ગુર્જર દેશ) આદિ અખ્યર વિણ બીંબઈ જોય, મધિ વિના સહુ કો નઈ હોય, અંતિ અખ્તર વિણ ભુવન મઝારિ, દેશિ નગરિ નામ વિચારી. જવાબ – (ખંભાત)
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy