SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (ગ) રાસાનું સ્વરૂપ અને વિકાસ રાસ/રાસા રાસ એ ગુજરાતી ભાષાનો પૂર્વકાલીન અને ગુજરાતી ભાષાને વારસામાં મળેલો એક સાહિત્ય પ્રકાર છે. રાસનું મૂળ અપભ્રંશ સાહિત્યમાં છે. એમાંથી જ આ સાહિત્ય પ્રકાર ગુજરાતીમાં ઊતરી આવેલો છે. આ સાહિત્ય પ્રકાર રાસ, રાસા, રાસો, રાસુ અને રાસક જેવા એકાર્યવાચક શબ્દો વડે ઓળખાય છે. શ્રી કે. કા. શાસ્ત્રી લખે છે કે, “રસ' અને “રાસ'નો સંબંધ ભાષાશાસ્ત્રની દષ્ટિએ અવશ્ય છે. સંસ્કૃત ભાષામાં મૂળ એક ધાતુ રણ્ છે. જેનો અર્થ ‘ગાજવું અને પછીથી ‘વખાણવું' એવો પણ થાય છે. ‘ગાજવાને' ને પરિણામે મેઘમાંથી છૂટતા પ્રવાહી જલના અર્થ દ્વારા પછી યાવત્ પ્રવાહી પદાર્થોનો વાચક “રસ' શબ્દ બન્યો, પછીથી આસ્વાદવાચક અને એમાંથી કવિતાના રસોમાં પણ પરણિમ્યો છે. આ જ ધાતુ ઉપરથી સંસ્કૃતમાં એક રાસ્ ધાતુ “મોટેથી બૂમ પાડવી’ના અર્થમાં પ્રયોજાયો છે. આ પાછલા ધાતુએ પછી રાસ શબ્દ આપ્યો છે. આ રાસ'નો મૂળ અર્થ ‘ગર્જના' “અવાજ' છે. પછીથી એ વિશિષ્ટ માત્રામેળ સમગ્ર છંદો જાતિ માટે – એમાંથી પાછો એક બે છંદને માટે, અને સ્વતંત્ર રીતે ગેય ઉપરૂપકનો વાચક બની સમૂહનૃત્યમાં વ્યાપક બન્યો. શબ્દકોશ/વિદ્વાનોના મતે રાસ' શબ્દના જુદા જુદા અર્થો નીચે પ્રમાણે છે. જેમ કે, (૧) રાસ : ૫. (સં.) ગાતાં ગાતાં ગોળાકારે ફરતાં કરાતો નાચ કે તેમાં ગવાય એવું ગીત. (વિનીત જોડણી કોશ. પૃ. ૫૭૦) (૨) રાસડો : (પુ.) એક જાતનો ગરબો (બનેલો બનાવ વર્ણવતો.) (વિનીત જોડણી કોશ. પૃ. પ૭૦) રાસો : (પુ.) એક પ્રકારનું વીરરસનું કાવ્ય. (વિનીત જોડણી કોશ. પૃ. ૫૭૧) રાસ : ગોળાકારે નૃત્ય કરતાં ગીત ગાવું તે (સં.) એ હેતુથી થયેલી સાહિત્યરચના. (મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ. પૃ. ૪૧૯) રાસુલ : (પ્રાચીસ) રાસ, નૃત્યપ્રકાર, સાહિત્યપ્રકાર. (મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ. પૃ. ૪૧૯) રાસ : એ નામનો એક માત્રામેળ છંદ. તેના દરેક ચરણમાં બાવીસ માત્રા હોય છે. તેના ૧, ૫, ૯, ૧૩, ૧૭ અને ૨૧ માત્રાએ તાલ આવે છે. (ભગવદ્ ગોમંડળ પૃ. ૭૬૩૬) રાસ : રાસ ધાતુ પરથી ‘પાસ’ બન્યો છે. રાસ એટલે શબ્દ કરવો, બૂમ પાડવી, ચીસ પાડવી વગેરે. (ભગવદ્ ગોમંડળ પૃ. ૭૬૩૬) રાસક : ઉપરૂપક. એટલે ઊતરતી જાતના નાટકના અઢાર માંહેનો એક ભેદ, નૃત્યના સાત માંહેનો એક પ્રકાર. (ભગવદ્ ગોમંડળ પૃ. ૭૬૩૬) (૯) રાસ : “રાસ' નો સામાન્ય અર્થ ધ્વનિ કરવો, લલકારવું રાસક્રીડા, રાસલીલા, કથા એવો જિક ર સ થ છે
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy