SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. તે ઉપરથી પદ્ય કાવ્ય કથાઓને રાસ, રાસો અને રાસા કહેવાની પ્રથા પડી હોય એવું લાગે છે. (૧૦) રાસા : “છંદ' ગ્રંથોમાં રાસક છંદ હોવાથી ને તેની બહુલતા હોવાથી તથા સ્ત્રીઓના સમુદાય ગાયનને “રાસક' નામ આપવામાં આવતું હોવાથી પણ “રાસા' નામ પાડવાનો સંભવ છે. (૧૧) રાસા : પદ્ય કથાબંધ ગુજરાતી ગ્રંથોને રાસા તરીકે કહ્યાં છે. આમ વિવિધ કોશગત તેમ જ વિદ્વાનોએ કરેલા રાસાના અભ્યાસ ઉપરથી ‘પાસ’ શબ્દના જુદા જુદા અર્થો થાય છે જેમ કે, ૧) રાસલીલા (કૃષ્ણ-ગોપીનો રાસ) ૨) જૈન-જૈનેતર સામાજિક, ધાર્મિક કથા સાહિત્યનો પ્રકાર અને ૩) ગીત રચના થાય. રાસા/રાસનું સ્વરૂપ સંસ્કૃત સાહિત્યમાં પણ ‘રાસ’ શબ્દ અનેક સ્થળે વપરાતો જોવા મળે છે, પણ એ બધે સ્થળે તે શબ્દ કૃષ્ણ ગોપીની ક્રીડા, યાદવ વીરોની અને આ રાસાઓની ક્રીડાના અર્થમાં જ વપરાયેલો જોવા મળે છે. જેમ કે, તે સર્વ ગોપ કન્યાઓ મંડળાકારમાં બે બેની જોડીમાં કૃષ્ણનું મનોહર ચારિત્ર ગાતી રમે છે. સુંદરીઓ વાઘને અનુરૂપ નૃત્ય કરતી, તેની આજુબાજુ રહેલું બીજી કેટલીક સ્ત્રીઓનું વૃંદ તે જ પ્રમાણેનાં ગીત ગાતું, તે ગીતો બળરામ કૃષ્ણનાં પરાક્રમોને વણી લેતાં સંકીર્તન કરતાં ગીતો હતાં. નૃત્ય કરનાર સ્ત્રીઓ હાથથી તાલ આપતી. આ પરથી અનુમાન કરી શકાય છે બરાસ’ ગોળાકારમાં રમાતો હશે અને તેમાં નૃત્ય તથા સંગીતનું પ્રાધાન્ય રહેતું હશે. બ્રહ્મ પુરાણમાં રાસનું સ્વરૂપ બતાવ્યું છે. જેમ કે, गोपीपरिवृतो रात्रिं शरच्चन्द्रमनोरमाम् । मानयामास गोविन्दो, रासारम्भरसोत्सुक ॥२१ અર્થાત્ : ગોપીઓથી વીંટળાયેલ અને રાસનો આરંભ કરવાના રસને માટે ઉત્સુક કૃષ્ણ શરદની મનોરમ ચાંદની રાત માણી.’ શરદની ચાંદની રાતે કૃષ્ણ ગોપીની રાસલીલા રમાતી એમ આ વર્ણન પરથી સ્પષ્ટ થાય છે. તેવી જ રીતે એક એક ગોપી અને એક એક કૃષ્ણ એવી રચનાથી રાસ રમાતા, એવું વર્ણન ‘ભાગવત્' ના દશમસ્કંધમાં મળે છે. જેમ કે, तत्रारमत गोविन्दो रासक्रीडामनुव्रतैः । स्त्रीरत्नैरन्वित प्रीतैः अन्योन्याबद्धबाहुभिः ॥२॥ रासोत्सव: संप्रवृतो गोपीमण्डलमण्डितः । योगेश्वरेण कृष्णेन तासां मध्येद्वोर्द्वयोः ।।३।। અર્થાત્ ત્યાર પછી પોતાને અનુસાર નારી પ્રસન્ન અને પરસ્પર ભરાવેલા બાહુઓવાળી તે સ્ત્રીરત્ન ગોપીઓ સાથે ભગવાને રાસક્રીડા શરૂ કરી. ગોપીઓમાં બન્નેની વચ્ચે યોગેશ્વર કૃષ્ણ દાખલ થયા.૯ આમ વિષ્ણુપુરાણ, બ્રહ્મપુરાણ અને ભાગવતમાં મળતા રાસાના ઉલ્લેખો પરથી રાસનું સ્વરૂપ
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy