SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) સંવાદ - આ કૃતિમાં કવિએ યુક્તિયુક્ત સચોટ કથનોને અન્યમતી અને સુવિહિત વચ્ચેના સંવાદમાં ગૂંથીને જિનધર્મની પ્રભાવના કરી છે. (૧૦) છંદ કવિએ આ રાસામાં વિવિધ છંદોનો ઉપયોગ કર્યો છે. અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. તો ક્યાંક છપ્પય છંદનું આલેખન કર્યું છે. (૧૧) દેશીઓ અને રાગ કવિએ પોતાની આ કૃતિ તાલબદ્ધ રાગમાં ગાઈ શકાય તે માટે વિવિધ પ્રકારની લોક પ્રચલિત ઓગણપચાસ દેશીઓમાં રચી છે. તેમ જ આ દેશીઓમાં વિવિધ રાગ-રાગિણીઓનો ઉપયોગ કર્યો છે. કે જે તેમની સંગીત નિપુણતા દર્શાવે છે. (૧૨) અનુયોગાત્મક કાવ્ય એમની આ કૃતિમાં જૈનધર્મ-દર્શન અનુસાર શ્રમણ ધર્મ, શ્રાવક ધર્મનું આલેખન થયું છે. જે જૈનદર્શન પ્રમાણે “ચરણકરણાનુ યોગમાં આવી શકે. તેમ જ તેમાં આવતા આગમિક દષ્ટાંતો ધર્મ કથાનુયોગ'માં ગણી શકાય. (૧૩) સ્વ-પર શાસ્ત્ર નિપુણતા ઋષભદાસ જૈન શ્રાવક હતા. એમનું જૈનશાસ્ત્ર સંબંધી જ્ઞાન એમની આ કૃતિમાં જોવા મળે એ સ્વાભાવિક છે પરંતુ એમની કૃતિમાં અન્ય ધર્મના શાસ્ત્રોમાંથી પણ કેટલાંક ઉદાહરણો આપવામાં આવ્યા છે. એ એમના અન્ય ધર્મશાસ્ત્ર સંબંધી જ્ઞાનનું દર્શન કરાવે છે. (૧૪) સંગીતશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર નિપુણતા - કવિ સંગીતશાસ્ત્ર, સ્તરશાસ્ત્રમાં નિપુણ હતા, એ એમની કૃતિમાં આવતાં જુદા જુદા રાગરાગિણીઓ ઉપરથી પ્રતીતિ થાય છે. (૧૫) આયુર્વેદ નિપુણતા એમની કૃતિમાં આયુર્વેદ સંબંધી કેટલાક ઉલ્લેખો મળે છે. તે ઉપરથી જણાય છે કે કવિને આયુર્વેદશાસ્ત્રનું પણ સારું એવું જ્ઞાન હશે. ઉપર્યુકત ઉલ્લેખો પરથી જાણી શકાય છે, કે ઋષભદાસને જૈનધર્મ, ઉપરાંત અન્ય ધર્મશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, આયુર્વેદશાસ્ત્ર વગેરેનું ઘણું જ સારું જ્ઞાન છે. આ ઉપરાંત એમની કૃતિમાં લોક વ્યવહાર, નીતિશાસ્ત્ર આદિનું જ્ઞાન પણ જોવા મળે છે. જે કવિની બહુજ્ઞતા પ્રતિભા દર્શાવે છે. આ ઉપરાંત ઋષભદાસની આ કૃતિમાં મિથ્યાત્વી, કુદેવ, સમકિત, પરિગ્રહ, લક્ષ્મી, લેણું, મૂર્ખ, લોભ, વિનય, પુણ્ય, જયણા, મમત્વ, અણગળ પાણી નિષેધ, ચંદરવો, દાન, શીલ, સંપ, દયાધર્મ, રાત્રિભોજન ત્યાગ, પચ્ચખાણ, આદિ વિષયોનું આલેખન થયું છે. કે જે કવિની નાનામાં નાના વિષય પરત્વેની નોંધપાત્ર જાણકારી દર્શાવે છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy