SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત વ્રતવિચાર રાસની કેટલીક મર્યાદા કવિ ઋષભદાસની આ કૃતિ સંપૂર્ણ શ્રેષ્ઠ ગણી શકાય, આમ છતાં આ કૃતિમાં કેટલીક મર્યાદા પણ જોવા મળે છે. જેમ કે, (૧) કવિ ઋષભદાસ પ્રસ્તુત વિષયનું નિરૂપણ કરતાં કરતાં કેટલીક વાર અપ્રસ્તુત વિષયોનું નિરૂપણ કરવામાં દોરવાઈ જાય છે. (૨) કવિ ઋષભદાસની આ કૃતિ સાંપ્રદાયિક છે. એટલું જ નહિ જૈન પારિભાષામાં જૈન પારિભાષિક શબ્દોમાં લખાયેલી હોવાને કારણે જૈનસાહિત્યથી અજ્ઞાત જનતા માટે એ સમજવી ઘણી કઠિન થઈ પડે છે. (૩) કેટલાંક વર્ણનો કરતી વખતે કવિ ઋષભદાસ અલંકાર પરંપરામાં ઊતરી પડે છે. સરસ્વતીદેવીના વિસ્તારપૂર્વક વર્ણનમાં કવિએ ઉપમા, ઉàક્ષા, રૂપક અને વ્યતિરેક વગેરે અલંકારોની પરંપરા યોજી છે. અહીં એમનું અલંકાર પ્રધાન માનસ દષ્ટિગોચર થાય છે. (૪) ઋષભદાસ કવિની આ કૃતિમાં ઢાલ-૧૭ કડી નંબર ૬૮થી ૭રમાં, ઢાલ-૫૫ શમશા કડી નંબર ૨૦થી ૨૩, તેમ જ ઢાલ-૫૯ શમશા કડી નંબર ૭૧થી ૭૪માં આપેલ સમસ્યા (હરિયાળી)ને કારણે ક્લિષ્ટતા ઉત્પન્ન થાય છે. (૫) ઋષભદાસ કવિની આ કૃતિમાં મુખ્ય વિષયના નિરૂપણની વચ્ચે આવતાં બીજા વિષયો, આડકથાઓ મુખ્ય વિષયની પ્રગતિને અવરોધકર્તા બને છે. (૬) ઋષભદાસ કવિની કૃતિઓમાં વિષયોનું પુનરાવર્તન થતું જોવા મળે છે. જેમ કે આ કૃતિમાં આપેલી સમસ્યાઓ તેમના જ “શ્રી કુમારપાળ રાસ' માં જોવા મળે છે. તેમ જ આ રાસના ૭૫, ૭૬, ૮૦, ૮૧, ૮૨, ૧૦૪, ૧૦૬, ૧૯૮ તેમ જ ૨૦૧ પાનાં પર આપેલ ઢાલ, ચોપાઈ, દુહા વગેરેનાં વિષય “વ્રતવિચાર રાસ' માં પણ જોવા મળે છે. તેવી જ રીતે તેમની પ્રતિમા સ્થાપન પાર્શ્વનાથ સ્તવનમાં નિરૂપણ કરેલ દરેક મતવાદીઓનો સંવાદ ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં પણ જોવા મળે છે. આમ છતાં વિષયની વિવિધતા, ભાષાની સરલતા, પાત્રાલેખનની વિશેષતા, સજીવ વર્ણનવાળી કૃતિથી ઋષભદાસની સર્જનશક્તિની મહત્તા સ્પષ્ટ જણાઈ આવે છે. આમ ઋષભદાસ કવિ મધ્યકાલીન યુગના પ્રતિભાશાળી, વિચક્ષણ બુદ્ધિશાળી તેમ જ કવિત્વગુણી અને બહુજ્ઞતા એવા ઉચ્ચ કોટિના ગણી શકાય. કવિ ઋષભદાસની લોકપ્રિયતા | ઉચ્ચ કોટિના કવિ ઋષભદાસની લોકપ્રિયતા તેમની કૃતિઓ ઉપરથી જાણી શકાય છે. જે નીચે પ્રમાણે છે. (૧) વર્તમાન સમયમાં કવિ ઋષભદાસ કૃત રાસ, સ્તવન, સ્તુતિ, સક્ઝાય વગેરે રચનાઓની ઘણી સારી પ્રસિદ્ધિ છે. (૨) એમનો “ભરતેશ્વરનો રાસ જૈન મુનિઓ વ્યાખ્યાનમાં વાંચે છે. (૩) એમનાં મુદિત સ્તવનો, સ્તુતિઓ, ભવ્યાત્માઓ દેરાસરમાં બોલે છે. પ્રતિક્રમણમાં
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy