SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં સંખ્યાવાચક શબ્દો માટે પણ વિવિધ શબ્દો આલેખ્યા છે, કે જે વિવિધતા સભર શબ્દશક્તિનું દર્શન કરાવે છે. ઋષભદાસનું કવિ તરીકેનું મૂલ્યાંકન ઋષભદાસ વિરચિત “વ્રતવિચાર રાસ' કૃતિની સાહિત્યિક સમીક્ષા દ્વારા ઋષભદાસનું કવિ’ તરીકેનું મૂલ્યાંકન કરતાં તેમનામાં રહેલી એક કવિ પ્રતિભાની પ્રતીતિ એમના આ સર્જનમાં રહેલાં અનેક વિવિધ પાસાંઓ દ્વારા થાય છે, જે નીચે પ્રમાણે છે : (૧) પાત્રાલેખન કવિ ઋષભદાસની આ કૃતિમાં વિવિધ પાત્રોનું આલેખન સચોટ તેમ જ વિષયને અનુરૂપ થયું છે. એમની રચનામાં આવતાં પાત્રો સજીવ, સ્વાભાવિક અને પ્રતિકાર છે. તેમણે પુરુષ પાત્રોની જેમ સ્ત્રી પાત્રોનું તેમ જ પ્રાણી માત્રનું આલેખન કરી સુંદર બોધ આપ્યો છે. (૨) ચરિત્ર ચિત્રણ વિવિધ આગમિક ચારિત્રોનું ખૂબ જ ટૂંકાણમાં આલેખન કરી કવિએ પોતાનું કૌશલ દાખવ્યું છે. (૩) રસ નિરૂપણ કવિ ઋષભદાસ તાત્વિક કૃતિમાં પણ પ્રાયે કરીને બધા રસ નિરૂપણ કરવામાં સફળ રહ્યા છે અને કૃતિના અંતે ઉપશમ ભાવનું આલેખન કરી શાંત રસનું નિરૂપણ કર્યું છે. (૪) કવિની શૈલી કવિની સીધી, સરળ અને સરસ સંવાદોવાળી શૈલી એમની રચનાને શણગારે છે. ઉત્કૃષ્ટ બનાવે છે. ઋષભદાસની વિષય પ્રતિપાદનની શૈલી આલોચનાત્મક, વ્યાખ્યાત્મક અને ભાવનાત્મક છે. આ કૃતિમાં અંત્યાનુપ્રાસમય ભાષા હોવા છતાં પણ ક્યાંય શૈલીનો પ્રવાહ મંદ કે નષ્ટ થયો નથી. એ કવિની આગવી વિશેષતા છે. (૫) કવિની ભાષા કવિની આ કૃતિમાં મધ્યકાલીન અપભ્રંશ ગુજરાતી ભાષાનો પ્રયોગ થયો છે. એમણે બોલચાલની ભાષાનો પણ ઉપયોગ કર્યો છે. તેમ જ કહેવતો, રૂઢિપ્રયોગો અને સુભાષિતો એમની ભાષાને સમૃદ્ધ બનાવે છે. (૬) અલંકાર યોજના | ઋષભદાસની આ કૃતિમાં અલંકારોનો પાંડિત્ય પ્રદર્શન માટે પ્રયોગ કરવામાં નથી આવ્યો પરંતુ એ સહજાસહજ આવી ગયા છે. એમણે પોતાની અલંકાર યોજનામાં સ્વાભાવિકતા અને . પ્રભાવોત્પાદકતાનો નિર્વાહ કરવામાં પૂર્ણ સફળતા મેળવી છે. (૭) પ્રકૃતિ ચિત્રણ આ કૃતિમાં સરસ્વતીદેવીનાં નખશિખ વર્ણનમાં પરંપરા પ્રચલિત પ્રાકૃતિક ઉપમાનો પ્રયોગ કર્યો છે. (૮) વર્ણન ઋષભદાસ માત્ર રાસકાર નથી, પણ કલાકાર અને કવિ પણ છે. એમની વર્ણન શક્તિ ઉત્તમ પ્રકારની છે. જે સરસ્વતી દેવીનું વર્ણન તેમ જ ચોત્રીસ અતિશયોના વર્ણનમાં દેખાય છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy