SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્લી મેલ્યુ, નીમ વીસાર્યા જેહો । પાંચમઇ પણિ વરતિ, મીછાટૂકડ તેહો ૧૯૩ વરિ વિષધર વદને, જીભ ીઈ તે સારો । પણિ વ્રત નવિ ખંડઇ, ઊત્તમ એ આચારો ।।૯૪ ।। ૬૨ કડી નંબર ૯૦થી ૯૪માં કવિ પાંચમા વ્રતના પાંચ અતિચાર સમજાવી તેને ઢાલ ‘મિચ્છામિ દુક્કડમ્’ આપવાનું કહે છે. કવિ પાંચમા વ્રતના અતિચારનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, જેમ કે ધીરજ ધરીને શાંતિપૂર્વક પાંચમા વ્રતના અતિચાર ત્યજવા. કે જે ધન, ધાન્ય અને ખેતર, વસ્ત્ર, રૂપું અને સોનું તેમ જ કાંસું ત્રાંબું વગેરે સાત પ્રકારની ધાતુ. વળી દુપદ (બે પગવાળા મનુષ્ય અને પક્ષી) ચૌપદ (ચાર પગ વાળા પશુ આદિ) વગેરે નવ પ્રકારના પરિગ્રહના ભેદ છે. આગળ કવિ કહે છે કે, તેનાં ઉપર મનમાં મૂર્છા કરી હોય તેમ જ ‘પરિગ્રહ પરિમાણ વ્રત’ લઈને વાંચ્યું ન હોય, અજ્ઞાનતાથી ભૂલાઈ ગયું હોય, ઠીલું મૂક્યું હોય, નિયમ ભૂલાઈ ગયા હોય તો આ પાંચમા વ્રત માટે ‘મિચ્છામિ દુક્કડમ્’ આપો. વળી કવિ કહે છે કે, વિષધરના મુખમાં જીભ આપવી સારી છે પણ વ્રતનું ખંડન કરવું નહિ. આ ઉત્તમ આચાર છે. દૂહા || લીધુ વ્રત નવી ખંડીઇ, ખંડિ પાતિગ હોય | છઠ્ઠું વ્રત સહુ સંભલો, નીમ મ છડો કોય ।।૯૫ || કડી નંબર ૯૫માં કવિ વ્રતનું ખંડન કરવું નહિ તેમ જ ખંડન કરવાથી પાપ લાગે અને પછી છઠ્ઠા વ્રતની વાત કરે છે. કવિ કહે છે કે, લીધેલાં વ્રતનું ખંડન કરવું નહિ, વ્રત ખંડન કરવાથી પાપ લાગે છે. માટે લીધેલાં નિયમ કોઈએ તોડવા નહિ અને હવે છઠ્ઠું વ્રત સાંભળો. ઢાલ|| ૬૩ || દેસિ. કહઇણી કર્ણ તુઝ વીણ સાચો ।।રાગ. ધ્વન્યાસી । દીગ વેરમણ વરત વખાણું, રાખી ચોખુ ધ્યાંનજી જલિવટિ જાવા કેરૂ ભાઈ, સહું કરજ્યો વલી માનજી ।।૯૬।। દીગં વેરમણ વરત વખાણું, રાખી ચોખું ધ્યાનજી | આંચલી. પગવટિ ચાંલતાં તુ અંતે, મનમા નીમ સંભારેજી । ઊતર દખ્યણ પૂર્વ પછિમ, એ દસિ કહીઇ ચ્યારે જી ।।૯૭।। દીગ. ચ્યાર વદનં ઊર્ધ્વ અધોદાસ, દસઈ દસી માંન સંભારો જી । અગડ આખડી ચોખા પાલુ, લીધો નીમ મહારોજી ।।૯૮ ।। દીગ વેરમણ
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy