SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પાચ અતીચાર એહના આખ્યા, તીહા મમ વાહો અંગજી / આવતાં જાવંતાં મ કરીશ, નીમ તણો વલી ભંગજી /૯૯ // દીગ. પાઠવણી આધી પાઠવતા, અંગિ અતીચાર થાઈ જી / વરત ભંગ કરઇ નર જેતા, તે નર નરગિં જઈ જી 7900 // દીગ. એક દસિ સોય સંક્ષેપી સહઈંજિ, બીજી કાંય વધારી જી / વરત ખંડણા એમ નવી કીજઇ, સુણજ્યુ સહુ નરનારી /૧ // દીગ. કાકજંધા રાજા અતી બલીઓ, તેણઈ એ વાત ન છડ્યુ જી / જે પણી તે લઇરી વશ પડીઓ, દશનું માંન ન ખંડ્યુ જી //ર // દીગ. જે નર વ્રત એમ ચોખુ પાલઈ, કર્મ કઠણ તે ગાલઈ જી / કાર્ણ પણઈ જે કિમેહ ન ચૂકઈ આતમ તે અજુઆલઈ જી / ૩ // દીગ. ઢાલ – ૬૩ કડી નંબર ૯૬થી ૩માં કવિએ છઠ્ઠા દિશા પરિમાણ' નામે પહેલા ગુણવ્રતનું તથા તેના પાંચ અતિચારનું સ્વરૂપ વર્ણવ્યું છે. કવિ છઠ્ઠા ‘દિશા પરિમાણવ્રત'ને વખાણે છે અને કહે છે કે, આ વ્રતમાં મનનું ધ્યાન ચોખ્ખું રાખવું, જળ રસ્તે જવા માટે પણ સહુએ પ્રમાણ કરવું, વળી પગ રસ્તે ચાલતાં પણ ચેતવું અને મનમાં નિયમ યાદ કરવા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ ચાર દિશા કહી છે. તેમ જ ચાર વિદિશા અને ઊર્ધ્વ (ઊંચી) તેમ જ અધો (નીચી) દિશા. આ દશે દિશાનું પ્રમાણ કરવી, તેની મર્યાદા કરવી. આવી રીતે પોતે લીધેલાં નિયમ, બાધા, આખડી વગેરે ચોખ્ખાં પાળવાં. કવિ છઠ્ઠી વ્રતના પાંચ અતિચાર સમજાવતાં કહે છે કે, છઠ્ઠા વ્રતના પાંચ અતિચાર બતાવ્યા છે. ત્યાં અંગથી (મનથી) છેતરાવવું નહિ અને આવતાં જતાં નિયમનો ભંગ કરવો નહિ. દિશાની મર્યાદા આઘી પાછી કરવાથી અંગે અતિચાર લાગે. જેટલા પણ મનુષ્ય વ્રતભંગ કરે છે તે બધાં નરકમાં જાય છે. જેમ કે એક દિશાની મર્યાદા ઘટાડી હોય અને બીજી દિશાની મર્યાદા વધારી હોય, આવી રીતે વ્રતનું ખંડન કરવું નહિ. તે સહુ નર નારી સાંભળજો. કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, સહુ નર નારી સાંભળજો. જેમ કે, કાકજંધા નગરીનો રાજા . અતિ બળવાન હોવા છતાં પણ તેણે આ વ્રત તોડ્યું નહિ અને તેના થકી તે દુશ્મનના હાથે પકડાયો. આમ તેણે દિશા પ્રમાણ વ્રતનું ખંડન કર્યું નહિ. જે નર આ વ્રત (ચોખ્ખ) પ્રમાણિકતાથી પાળે છે તેના કઠણ કર્મ પણ ખપી જાય છે. વળી કારણ પડવાં છતાં પણ જે કોઈ કાળે વ્રત ચૂકતાં નથી તે આત્માને ઉજજવળ કરે છે. દૂહા || આતમ એમ અજુઆલીઇ, કીજઇ તત્ત્વવીચાર | સતમ વરત સંભારીઈ તો લહઈ ભવપાર //૪ //
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy