SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયાં, તેમનાં નામ લઈને કવિ સમજાવે છે કે, તેમણે પણ બધી રિદ્ધિ સિદ્ધિનો ત્યાગ કરીને સાચું શાશ્વત સુખ મેળવ્યું હતું. જેમ કે ઋષભદેવ, અજતનાથ, સંભવનાથ તેમ જ અભિનંદન, કે જેઓ રિદ્ધિ, રમણી અને બધું સુખ છોડીને ચાલી નીકળ્યા હતા. આમ સંસારમાં ધનને છોડવો તે જ સાચું સત્યરૂપ છે. છોડ્યા વગર પાર પામી શકાય નહિ. પાંચમા તીર્થંકર સુમતિનાથ છે કે જેમનાં ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો પાર હતો નહિ. વળી પદ્મપ્રભુએ પણ ધનનો ત્યાગ કરી સંયમ માર્ગ લીધો. સાતમા સુપાર્શ્વનાથ છે જેમનાં ઘરે કરોડો સોનામહોરો હતી. તેમ જ ચંદ્રપ્રભ, સુવિધિનાથ જિનવર પણ જગમાંથી રિદ્ધિને છોડીને ચાલી નીકળ્યા હતા અને વળી શીતળનાથ, શ્રેયાંસનાથ તેમ જ વાસુપૂજ્ય જિનવર કે જેઓ ચંપાનગરીના રાજા હતા છતાં ધન છોડીને મુનિવર થયા હતા. - જેમ કપિલપુરના રાજા કે જે વિમળનાથ જિનવર, વળી અનંતનાથ કે જેમણે રિદ્ધિને તરત જ છોડી દીધી હતી. સોળમા શાંતિનાથ જિનવર, વળી કુંથુનાથ, અરનાથ અને મલ્લીદેવ કે જેમણે મિથલા નગરીનો ત્યાગ કરી જગમાં વિખ્યાત થયા. વીસમા મુનિસુવ્રત જિનવર કે જે રાજગૃહીના રાજા હતા. વળી નમિનાથ અને નેમનાથ કે જેમના દેવતાઓ ગુણ ગાય છે. પાર્શ્વ જિનેશ્વરને પૂજવા. વળી વર્ધમાન જિનેશ્વરને જુઓ, કે જેઓ ભાઈના આગ્રહથી બે વર્ષ સુધી સંસારમાં રહ્યા. આમ તેઓ જગમાં સિંહ સમા નર હતા. ધન કણ કંચન કામ્યની, પરગ્રહ ઈ ભાતિ અનેક | પાચ અતિચાર પરીહરો, મુરછા મ કરો રેખ //૮૯ // કડી નંબર ૮૯માં કવિ બધાં જ પ્રકારનાં પરિગ્રહ છોડવાનું તેમ જ “પરિગ્રહ પરિમાણવ્રત' ના પાંચ અતિચાર ત્યજવાનું કહે છે. અનેક પ્રકારના પરિગ્રહ છે જેમ કે ધન, ધાન્ય, સોનું, સ્ત્રી વગેરે છે. તેના ઉપર જરાપણ મૂછ ભાવ કરવો નહિ. તેમ જ “પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર પણ છોડવાં. ઢાલ || ૬૨ .. દેસી. / એ તીર્થ iણી પૂર્વ નવાણું વાર // એના પાચ અતીચાર, ટાલો જિમ ધરિ ખેમો | ધન ધાન નિ ખેવું, વસ્ત્ર રૂપ નિ હોમો //૯O // કાસું નિં ત્રાંબું, સાત ધાતની જાત્ય / દ્રુપદ નિ ચોપદ, નવવિધિ પરગ્રહઇ ભાત્ય //૯૧ // સુરછા અન્ય આંણી, પરગ્રહઈ તે પ્રમાણો | લેઈ નવી પઢીઉં, વીસરતા જ અમાણો //૯૨ //
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy