SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યો, પરન્તુ તેનો છેડો મૂકવાથી સુખ પામ્યા. એવી જ રીતે અર્ણિક ઋષિને પણ વિષય વાસના નડી. તેમનું શીલ ગયું અને સંયમથી ચૂકી ગયા, પણ ફરી પાછા વિષય વાસના સાથે લડીને જીત મેળવીને મુક્તિ પામ્યા, છતાં પણ પુસ્તકમાં તેમના નામનો ઉલ્લેખ થયો. તેવી જ રીતે નંદીષેણ મુનિ પણ વેશ્યાના ઘરે રહ્યા. તેઓ દરરોજ ત્યાં દશ વ્યક્તિને પ્રતિબોધ આપતા હતા છતાં તેમનું સંયમ રહ્યું નહિ. જ્યારે ફરીથી શીલવ્રત ધારણ કર્યું, તો તેમનું નામ રહ્યું. જેમ કે ચોમાસી તપના તપસ્વી એવા ગુફાવાસી સિંહમુનિને પણ સહુએ અવગણ્યા છે, કે જે શીલવ્રત ખંડન કરવા માટે કોશા વેશ્યાને ઘરે ચાલ્યા ગયા. ત્યાં તેમને રત્ન કંબલ માટે ભટકવું પડ્યું, ભમી ભમીને આવ્યા ત્યારે વેશ્યાએ તેમને પ્રતિબોધ આપ્યો, આથી તેઓ ત્યાંથી પાછા ફર્યા અને શીલવત ગ્રહણ કરીને ધન્ય ધન્ય થયા. તેમ જ રહનેમિ જેવા મુનિવર પણ મન વચનથી નીચે પડ્યા અને રાજુલને જોઈને કામાતુર થયા. આમ મહાજ્ઞાની પુરુષને પણ વાસનાએ રંક બનાવી દીધો અને શિર ઉપર આવું કલંક પામ્યા. વળી લક્ષ્મણા નામના મહાસતી, કે જે મનને મેલું કરવાથી શુભગતિને ચૂકી ગયા. આમ જે મન, વચન અને કાયાને સ્થિર રાખતાં નથી તેઓ ક્યાંય પણ સુખી થશે નહિ. વળી કુલવાલુક નામના મુનિવર મહાતપસ્વી કહેવાય છે, તેમણે પણ શીલખંડન કર્યું અને ક્ષણમાં દુર્ગતિરૂપી નારીને આવકારી. આવો કામ વાસનાનો વૃત્તાંત છે, કે જે સભાના સહુ નરનાથે સાંભળ્યો. જે જાતિ દગો આપે છે, દુ:ખ દેખાડે છે, એવી સ્ત્રી જાતિ સાથે શા માટે સ્નેહ કરવો? આગળ કવિ જૈન - જૈનેતર શાસનનાં દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ ભોજ, મુંજ અને પ્રદેશી રાજા કે જેઓ નારી થકી ઘણી વિટંબના પામ્યા. વળી જમદગ્નિ ઋષિને પણ નારી નડી અને રાજા ભરથરી પિંગલા થકી દુઃખ પામ્યા. તેવી રીતે બ્રહ્મરાયના ઘરે ચલણી નામે સ્ત્રી હતી, કે જે પોતાના પુત્રને મરાવે છે. ગૌતમ ઋષિની અહિલ્યા નામે સ્ત્રી હતી જેની સાથે ઈન્દ્રરાજાએ ભુવનમાં ભોગવટો કર્યો. અંતમાં કવિ કહે છે કે, આ સ્ત્રી જાતિનો વિચાર કરીને જો, જોવા જઈએ તો તેમાં કાંઈ સાર દેખાતો નથી. માટે જે નર સમજી ગયા છે તે મૂકી દે છે અને નથી સમજ્યા તે ડૂબી જાય છે. પુરુષની અક્કલ જતી રહી છે કે જ્યાંથી પ્રગટ્યાં ત્યાં બહુ પ્રેમ કરે છે. આપણી ઉત્પત્તિ તું જે, માટે સમજીને પાપની મતિ મૂકી દે. માતા પિતાના સંયોગથી શ્રોણિત અને શુક બન્ને ભેગાં થાય છે, નાના મોટા એમ જગ આખું ત્યાં જઈને ઉત્પન્ન થાય છે. તો તેની સાથે શું આનંદ મનાવવો? માટે મારી સાથે સંગ કરવો નહિ. નર નારી તમે સહુ સાંભળો, ભોગ કરવાથી બહુ હિંસા થાય છે. જેમ કે બે ઈન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટપણે નવ, નવ લાખ તેમ જ અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્યોની ભોગ કરવાથી વિરાધના થાય છે, હાનિ થાય છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy