SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂકીને પરનારીમાં તથા વિષય વાસનામાં અટવાયા તેની વાત ઘણા વિસ્તારથી સદષ્ટાંત વર્ણવી છે. પોતાની સ્ત્રીમાં સંતોષ રાખી પરસ્ત્રીનો ત્યાગ કરી, આ મહાન વ્રતના દોષને ટાળવું. પરસ્ત્રી સાથે જેમણે સંગ કર્યો છે એવા કેટલાય દેવો તેમ જ માનવો નીચે પડ્યા છે. અહીં કવિ લૌકિક દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ આગળ ઈન્દ્ર અહિલ્યા સાથે રમ્યાં તો તેમનો અપજશ આકાશમાં ફેલાઈ ગયો. તેનાથી પોતે સહસ્ત્ર છિદ્રવાળા થયા તેમ જ અંગમાં નવા નવા રોગો થયા. વળી ચંદ્ર પોતાના ગુરુની પત્ની લઈ આવ્યો કે જેથી તેના કલંકરૂપે તેની કળા જતી રહી અને તેનું મુખ મંદ થયું. મહિનામાં એક દિવસ સાજો (પૂર્ણ) હોય. આમ વિષયથી તે દુ:ખ પામ્યો. વળી આગળ કહે છે કે, આ પાપી કામ ઘણું લોભામણું હોય છે કે જેથી બ્રહ્મા પણ શુદ્ધ ચિત્તથી રહી શક્યા નહિ અને ધ્યાનથી ચૂક્યા. આમ બ્રહ્માનું પાણી પણ ઊતર્યું. (અભિમાન ઊતર્યું). વળી શંભુનાથ કામને બાળીને જોગી થયા, પણ જ્યારે આ ઈશ્વરે (શંભુએ) ભીલડીનો હાથ પકડ્યો, તો દુ:ખ પામ્યાં અને સકળ લોકમાંથી તેમનો મહિમા જતો રહ્યો. તેવી જ રીતે રાવણ જેવો મહાન રાજા તે પણ કામ થકી દુઃખ પામ્યો. તેના દશ મસ્તક નાશ પામ્યાં અને સોનાના ગઢવાળી લંકા પણ ગઈ. આગળ મહાન રાજાઓ ચક્રવર્તીઓ, મહાન તપસ્વીઓ વગેરેનાં આગમિક દષ્ટાંત આપીને કહે છે કે, જેમ કે અનેક ચક્રવર્તી જે શીલથી રહ્યા નહિ તે યુદ્ધમાં હણાયાં અને દુર્ગતિમાં ગયા. તેવી એ જ રીતે મણિરથ રાજાની પણ ઉપેક્ષા કરી છે, અવહેલના કરી છે કે જેણે સ્ત્રી માટે થઈને પોતાના સગાં ભાઈને માર્યો હતો. તેમ અવંતી નગરીનો મોટો રાજા પણ કામની આસક્તિથી કામી બન્યો. તેના કારણે નગરના કોટ (કિલ્લા) પડાવ્યાં અને ખાધા પીધા વગર તેને રહેવું પડ્યું. ચક્રવર્તી બ્રહ્મદત્તને વિષય વાસના ઘણી હતી. મરતી વખતે પણ તેના મુખમાં કુમતિ હતી. આમ સ્ત્રી વિષયમાં આસક્ત બનવાથી તે સાતમી નરકમાં ગયો. અહીં કવિ “શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રના આધારે અર્જુન માળીનું દષ્ટાંત આપતાં કહે છે કે, એકવાર કામી પુરુષો વનમાં રમવા ગયા. ત્યાં સ્ત્રીને જોઈ કામાતુર બન્યા, તેમણે અર્જુન માળીને ધક્કા મુક્કા મારીને બાંધ્યો અને પછી તેની સ્ત્રીની લજાનો લોપ કર્યો. આ જોઈને અર્જુનભાળીને ક્રોધ આવ્યો. ત્યારે તેણે યક્ષને ગાળ આપીને કહ્યું કે, જગમાં તારા બાળનું જીવવું નકામું છે? આ સાંભળીને યક્ષરાજ ક્રોધથી ધમધમી ઊઠ્યાં અને એ પુરુષોનો મહિમા દૂર કરવા તેમણે એક ગદા અર્જુનભાળીના હાથમાં આપી કે જેનાથી તે ઊભો થઈને ઝડપથી વિનાશ કરી શકે. પછી છૂટીને અર્જુન અળગો થયો અને એ પુરુષનાં માથાં હણી નાખ્યાં. આમ નારી સંગે રમવાથી તેઓ યુદ્ધમાં હણાયા અને દુર્ગતિમાં ભમ્યા. આગળ કહે છે કે, હવે કુંડરિક મુનિનો વૃત્તાંત કહું છું કે જે પુંડરિક રાજાનો ભાઈ હતો પરન્તુ તેને ભોગ ભોગવવાની ઈચ્છા થઈ, તેના થકી તે સાતમી નરકમાં ગયો. તેવી જ રીતે આર્દ્રકુમાર પણ મોટા મુનિવર હતા પરંતુ તેમણે કામ થકી સાધુ ચારિત્રને રાખ સમાન તુચ્છ કર્યું અને બાર વર્ષ સુધી ઘર સંસારમાં રહ્યા. પણ પછી ઘર સંસારનો ત્યાગ કરી પાછા વૈરાગી બન્યા અને સુખી થયા. વળી ઋષિ આષાઢા મુનિવર પણ કામ થકી ચારિત્ર ચૂક્યા અને વેશ્યા સાથે પ્રેમ
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy