SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ દૂહા || હાણિ ન કરતા હંસની, સીલવંત હાં લોહી / પણિ વરલા જગિ તે વલી, જિમ પસુમાં સીહ //૧૮ // સુગર કહઇ સંભારી ઇ, શીલવંતના નામ / ઋષભ કહઈ નર તે ભલા, જેણઈ જગ જીત્યુ કાંમ /૧૯ // કડી નંબર ૧૮થી ૧૯માં કવિ જેમણે શીલવ્રત જીતી લીધું છે એવા વીરલાને વંદન કરવાનું કહે છે. જે જીવની વિરાધના કરતાં નથી અને શીલવ્રતમાં મર્યાદા કરે છે, એવા વીરલા પણ જગમાં છે જેમ પશુઓમાં સિંહ હોય. સુગુરુ પણ આવા શીલવંતોના નામ સ્મરણ કરવાનું કહે છે. તે નર ઉત્તમ છે કે જેણે જગમાં કામ વાસનાને જીત્યો છે. શમશા | ગીરપૂત કહી જઈ જેહ, તા વાહન ભમ્ય કહીઇ તેહ/ તાસ ભખ્યન નાંમ જે કહઈ, તેહનું વાહન જે જગી લહઈ //ર૦ના તેહનિ વાહાલું ટુ વલી હોય, ઊતપતિ તાસ વીચારી જોય / તા વાહન ભખ્ય કેરો તાત, તસ બંઘન રીપૂ જગ વિખ્યાત //ર૧// તેહના બાંધ્યા જે જગી લહઈ, તાસ તણો સ્વામી કુણ કહઈ / તેહનું વાહન અતિ બલવંત, તેણઈ આંખ્યુ જગી જેહનો અંત //રર // તેહનિ બંધી જે વશ કરઈ, તે વહઈલો મુગતિ સંચરિ / જન્મ મર્ણ જરા નહી યાંહિ, અનંત સુખ નર પાંમઈ ટાહિ //ર૩/ કડી નંબર ૨૦થી ૨૩માં કવિએ “કામ વિષય' ને અનુલક્ષી એક સમસ્યા આપી છે. વાચકોની તેમ જ શ્રોતાઓની બુદ્ધિની કસોટી કરવા અને જ્ઞાન સાથે ગમ્મત પડે એ દષ્ટિથી સમસ્યાનું આલેખન કર્યું છે. પરંતુ વિગતો પરથી ઉત્તર મેળવી શકાતો નથી. છતાં તેના ભાવાર્થ ઉપરથી જાણી શકાય છે કે તેનો ઉત્તર “કંદર્પ છે. દૂહા || સંપઈ સુખ બહુ પામીઇ, જે વશ કીજઇ કાંમ / સીલવંત જગી જે હવા, લીજઇ તેહના નામ //ર૪ // કડી નંબર ૨૪માં કવિએ કામ વાસનાને જીતવાથી સંપ અને સુખ મળે છે તે વાત સમજાવી છે. કામ વાસનાને જીતવાથી, વશ કરવાથી બહુ સુખ અને સંપ પ્રાપ્ત થાય છે. માટે જગમાં આવાં શીલવંત હતાં તેમનાં નામ લેવા.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy