SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ દેવ સુરા મુખ્ય મંડું, પરગ્રહ માહા સુત સારો / તિમ વ્રત બારઈમ્હાં મુખ્ય મંડુ, વ્રત ચોથુ જ અપારો //૮૬ // ઢાલ – ૫૪ કડી નંબર ૭૯થી ૮૬માં કવિએ ચતુર્થ અણુવ્રત ‘પરસ્ત્રીગમન વિરમણવ્રત' (સ્વદારા સંતોષ)નો મહિમા અનેક વસ્તુઓ સાથે સરખાવ્યો. તેમ જ બાર વ્રતમાં “બ્રહ્મચર્યવ્રત' મોટું ગણાય છે તે દર્શાવ્યું છે. કવિ ચોથા વ્રતનો મહિમા દર્શાવતાં કહે છે કે, જેમ તીર્થમાં શત્રુંજય શ્રેષ્ઠ, સુરપતિમાં ઈન્દ્ર શ્રેષ્ઠ, મંત્રમાં શ્રી નવકાર શ્રેષ્ઠ તેમ જ ગ્રહગણમાં ચંદ્ર શ્રેષ્ઠ ગણાય છે. વળી બધા જળમાં જળધર (વાદળ) શ્રેષ્ઠ, પંખીઓમાં હંસ શ્રેષ્ઠ, સર્પયોનિમાં શેષનાગ બળિયો છે, તેમ કુળમાં ઋષભવંશ શ્રેષ્ઠ ગણાય છે. આગળ કહે છે કે, જેમ પર્વતમાં મેરુ પર્વત વખણાય, તેમ ઠાકુરમાં રામ. વાનર કુળમાં હનુમાન અતિ બળવાન ગણાય, કે જેણે મુશ્કેલ કામો કર્યા. વળી હાથીમાં ઐરાવત શ્રેષ્ઠ, ગઢમાં લંકાકોટ શ્રેષ્ઠ છે, સૂર્યરથના અશ્વ બળિયા છે, કે જે દોડવામાં દોટ મૂકે છે. રૂપમાં મુખ્ય મયણા સુંદરીને વખાણું, તો સાગરમાં ક્ષીર સમુદ્ર શ્રેષ્ઠ છે, તરુવરમાં કલ્પતરુ શ્રેષ્ઠ ગણાય તેમ જ જળમાં ગંગા નીર શ્રેષ્ઠ છે. ભાઈ! બધા સરોવરમાં માનસરોવર મોટું જુઓ. શ્રી કુલમાં મરુદેવી માતા મોટા છે, તેમ જ દૂધાળા પ્રાણીઓમાં જુવાન ભેંસ શ્રેષ્ઠ ગણાય છે. વળી ક્ષમાવંતમાં શ્રી અરિહંત શ્રેષ્ઠ, તપમાં અણગાર શ્રેષ્ઠ અને ભોગમાં ચક્રવર્તી મોટો ગણાય, તેની રિદ્ધિનો પાર ન હોય. વળી દેવતાઓમાં વાસુદેવ મોટા હોય, પરિગ્રહમાં પુત્ર સારો કહેવાય તેમ જ બાર વ્રતમાં મુખ્ય અને મોટું ચોથું વ્રત જ શ્રેષ્ઠ ગણાય. ઢાલ || ૫૫ | ચોપાઈ | માહાવ્રત કરો ટાલુ દોષ, પદારાનો કરિ સંતોષ / પર રમણી સાથિ જે રમ્યા, સુર નર કેતા નીચી નમ્યા //૮૭ // આગઈ અંદ્ર અહલ્યાસ્ય રમ્ય, અપજસ તેહનો ગગનિં ભમ્ય / સહઈ સભગ તસ પોતઈ હવા, અંગઈ રોગ તેહનિ નવનવા /૮૮ // ગુરૂની મઈહઈલા લાવ્યુ ચંદ, કલગ ઈ મુખ પાંખ્યુ મંદ / માસિં સાજે એક દિન હોય, વિષઈ થકી દૂખ પાંખ્યુ સોય //૮૯ // પાપી વિજઈ વિટંબઈ ઘણું, નીર ઉતાર્યું બ્રહ્મા તણું / ચોખઈ ઍતિ ન સક્યુ રહી, ધ્યાન થકી તે સુકો સહી II૯૦ || ઈસિં ભીલી ઝાલ્ય હાથ, તો દૂખ પામ્ય શંભુનાથ / બાલી કામ નિ જોગી થયું, સકલ લોકહાં મહીમા ગયુ //૯૧ //
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy