SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ તે ઉપરાંત માતા પિતાને પણ છેતરવા નહિ. તેમ જ ભાઈ, બહેન, પુત્ર આદિ કુટુંબીજનોને જુદા કરવા નહિ. આવી રીતે ઘરસૂત્ર (ઘરનો વ્યવહાર) રહે છે. સુત્ર સંભાલિ રાખીઇ, વચન વડાનું માન્ય / વ્રત ચોથું હવઈ સાંભલો, જે જગી મુગટ સમાન્ય //૭૭ // મૃગ કુલહાં યમ કેશરી, વાહન માંહિ તુરંગ / તિમ વ્રતમાં બ્રહ્મવ્રત વડું, ક્યમેહ ન કીજઇ ભંગ //૦૮ // કડી નંબર ૭૦થી ૭૮માં કવિ વડીલોનાં વચન માનીને ઘરસૂત્ર સંભાળીને રાખવું તેમ જ ચોથા વ્રતનો મહિમા અનેક દષ્ટાંત દ્વારા કહે છે. આમ ઘરનો વ્યવહાર સંભાળીને રાખવો તેમ જ વડીલોનાં વચનનું પાલન કરવું. અને હવે જે જગમાં મુગટ સમાન છે એ ચોથું વ્રત સાંભળો. કવિ અહીં અનેક રૂપક દ્વારા તેનો મહિમા બતાવતાં કહે છે કે, જેમ મૃગકુળમાં કેશરી સિંહ છે, વાહનમાં ઘોડો છે, તેમ બધાં વ્રતમાં બ્રહ્મવ્રત મોટું છે. માટે આ વ્રત કોઈ પણ પ્રકારે તોડવું નહિ. ઢાલ || ૫૪ ||. દેસી. વાસપૂય જિન પૂણ્યપ્રકાશો // રાગ. અસાવરી // તીર્થમાંહા યમ શ્રીસેગુંજે, સુરપતિ માંહા જિમ અંદ્ર / મંત્રમાંહિ જિમ શ્રીનવકાર ગહUગણમાંહા જિમ ચંદ્ર //૭૯ // જલ સઘલામાં જલધર મોટો, પંખી માંહાં જિમ હંસો / સર્પ યોન્યમાં એક જ બલીઓ, કુલમાંહાં ઋષભા વંસો //૮૦ // પરબતહા જિમ મેર વખાણું. ઠાકુર માંહા જિમ રામો / હનું વાનર કુલમ્હાં અતી બલીઓ, કીધાં વસમાં કાંમો / ૮૧ // કુજરાં અહીરાવણ મોટો, ગઢ—ાં લંકાં કોટો / સૂરરથાના અસ્વ જ બલીઆ, ભમતા દેતા ડોટો //૮ર // રૂપમુખી જિમ મયણ વખાણું સાયહાં જિમ ખીરો / કલપતરૂ તરૂઅરમ્હાં મોટો, જલમ્હાં ગંગા નીરો //૮૩ // શર સઘલાહાં પોખો ભાઈ માનસરોવર મોટુ // શ્રી કુલમ્હાં મરૂદેવ્યા મોટી, દૂઝાણાં ઝોટુ //૮૪ // ખ્યમાવંતસ્વાં શ્રી અરીહંત, તપસુરા અણગારા / ભોગિ માંહાં ચક્રવર અતીમોટો, જસ રીધ્ય અંત ન ધારા //૮૫ //
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy