SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ૪૧૯ કહ્યું. તેથી ચતુર્થસ્તુતિ પણ સમ્યગ્દષ્ટિ દેવોના વર્ણવાદની જ છે. તેને કહીએ એ પાઠથી ચતુર્થસ્તુતિ કારણ વિના સિદ્ધ થતી નથી. કારણ કે ચતુર્થસ્તુતિ એકાંતે ગુણવર્ણનાની જ નથી, પૂર્વોક્ત ગ્રંથોમાં સ્વકૃત્યોમાં ઉપયોગદાનાર્થ તથા વિઘ્નવિનાશનાર્થ તથા તદ્વિષયક ગુણવર્ણનાત્મક વૈયાવૃત્ત્તકર દેવોની સ્તુતિ કહી છે તેથી સ્વીકૃત પૂજાદિ ઉપચાર તથા ક્ષુદ્રોપદ્રવાદિ નિવારણ કારણે ચતુર્થસ્તુતિ કહેવી સિદ્ધ થાય છે. પણ પૂજાદિ કારણ વિના કહેવી સિદ્ધ થતી નથી. અને ગુણવર્ણન છે તે એકાંતે શ્લોકાદિ સ્તુતિરૂપે જ નથી, ભાષણરૂપે પણ છે, જેમ કોઈ અરિહંતાદિકના અવર્ણવાદ બોલતો હોય તેને અરિહંતાદિકના ગુણ વર્ણન બોલી સમજાવે, તથા વ્યાખ્યાનાદિ અવસરે જેનો વર્ણવાદ આવે તો તેનો અવર્ણવાદ ટાળી વર્ણવાદ કરે, જેમ દેવોનો આશ્ચર્યકારી કેવો આચાર છે જે વિષયમાં આસક્ત છે તોપણ જિનભુવનમાં હાસ્યાદિક સંસારી ક્રિયા કરતાં નથી. એમ સમ્યગ્દષ્ટિ દેવોની પ્રશંસા કરવી તેમજ મિથ્યાદષ્ટિ દેવોના માર્ગાનુસારી ધર્મકૃત્યની પ્રશંસા કરવી તે દેવવર્ણવાદ કહીએ તથા ગ્રંથાંતરમાં જે અનુમોદનીય, જેમ તીર્થંકરાદિ પ્રશંસા પ્રશસ્તપણાથી પ્રશંસનીય અનુમોદનીય, ઉભય પણ હોય અને મિથ્યાદષ્ટિની પ્રશંસા તે પ્રશંસનીય પરં ન અનુમોદનીય - જિનાજ્ઞા બાહ્યધર્મપણાથી તેની પ્રશંસા અતિચારરૂપ, પણ પ્રયોજનવિશેષે કદાચિત્ કોઈની પ્રશંસા સમ્યદૃષ્ટિને કરવી પડે પણ અપ્રશસ્તપણાથી અનુમોદનીય ન હોય અથવા પ્રશસ્તપણાથી સમ્યક્ત્વાભિમુખ તથા માર્ગાનુયાયીકૃત્ય મિથ્યાર્દષ્ટિના પણ પ્રશંસનીય અનુમોદનીય કહ્યા છે. તે પાઠ : जिणजम्माइऊसवकरणं तरिसीण पारणए । जिणसासणंमि भल्लीए पमुहं देवाणअणुमए ॥ ३०८ ॥ तिरिआण देसविरइं पज्जंताराहणं च अणुमोए । सम्मदंसणलब्धं अणुमन्त्रे नारयाणंपि ॥ ३०९॥ सेसाणं जीवाणं दाणरुइत्तं सहाव विणिअत्तं । तह पयणुकसायत्तं परोवगारित्त भव्वत्तं ॥ ३१०॥ दक्खिन्नदयालुत्तं पियभासित्ताइ विविहगुणनिवहं । सिवमग्गकारणं जं तं सव्वं अणुमयं मज्झ ॥३११॥
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy