SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર પાળવું ઇત્યાદિક પરાક્રમ કર્યા તેનું ફળ ભોગવે છે. એ માટે જ ભલા ફળોનો એટલે અહીં કિંચિત્માત્ર અશુભ ફળ પણ ઇન્દ્રિયમતિના વિપરીતપણાથી શુભ ફળ જેવું જાણવામાં આવે, પણ તે અશુભ છે. તે માટે પારમાર્થિક એટલે અનર્થના ઉપશમ કરનારા તે કર્મોનું કલ્યાણરૂપ ફળ એટલે વિપાક તે પ્રત્યેકે ભોગવતા વિચરે છે તે દેવ અહીં કોઈક હશે સૂત્રવૃજ્યાદિકમાં તો સમ્યગ્દષ્ટિના જ વર્ણવાદ કેમ સંભવે ? તેને કહીએ કે વિરાધક સમ્યગ્દષ્ટિ આદિ વાણવ્યંતરાદિકમાં ઉપજે પણ આરાધક સમ્યગ્દષ્ટિ ન ઉપજે. તેથી અહીં મિથ્યાદષ્ટિ વાણવ્યંતરદેવોની પૂર્વસુકૃતની શ્લાઘા સંભવે છે. તેમજ હીરપ્રશ્નમાં મહોપાધ્યાય શ્રીકલ્યાણવિજયજીગણિ કૃત છઠ્ઠા પ્રશ્નોત્તરમાં કહ્યું છે તે પાઠ : अपरं च जंबूद्वीपप्रज्ञप्तौ - जीवाभिगमे च जगतीवर्णनाधिकारे पुरापुणाणं सुचिण्णाणं सुपरिक्कंताणं सुभाणं कल्लाणाणं कडाणं कम्माणं फलविसेसं पच्चणुद्भवमाणा विहरंति अत्र वाणमंतरा देवा य देवीओ ति विशेष्यं संबध्यते तथा चात्र यत्पुरातनं कृत्पंश्लाघितं वर्त्तते । तत्किमाराधकसम्यग्दृष्ट्यादिसत्कमुतान्यसत्कमिति ॥६॥ एतत् प्रश्नप्रतिवचः पाठः तथा जंबूद्वीपप्रज्ञप्तौ जीवाभिगमे च जगतीवर्णनाधिकारे व्यंतरदेवदेवीनां यत्पुरापुणाणं सुचिण्णाणमित्यादिना प्राक्तनसुकृतप्रशंसनं तदाराधकसम्यग्दृष्ट्यादिव्यतिरिक्तानामेवावસીયતે દા. એ પૂર્વોક્ત પ્રકારે મિથ્યાષ્ટિ દેવોને વર્ણવાદ બોલવો પણ અવર્ણવાદ વર્જવો. તે માર્ગાનુસારી ધર્મકાર્ય આશ્રયીને વર્ણવાદ જાણવો. પણ મિથ્યાષ્ટિ તથા તેઓના ધર્મકૃત્ય આશ્રયી ન જાણવો. કેમ કે વર્ણવાદ, શ્લાઘા, પ્રશંસા એ એકાર્થ છે. તેથી મિથ્યાષ્ટિની પ્રશંસામાં તો આગમમાં અતિચાર પ્રતિપાદન કર્યો છે. તો મિથ્યાષ્ટિના વર્ણવાદમાં સુલભબોધિપણું ક્યાંથી થાય? માટે તે પૂર્વોક્ત પાઠના અભિપ્રાયથી મુખ્યપણે સમ્યગ્દષ્ટિ તથા માર્ગાનુસારી દેવોનો વર્ણવાદ સંભવે, પણ બીજાના ન સંભવે. અહીં કોઈ કહેશે કે એ પાઠથી ચતુર્થ સ્તુતિ કારણ વિના કહેવી સિદ્ધ થાય છે. કેમ કે સમ્યગ્દષ્ટિ દેવાના વર્ણવાદ કરે તો સુલભબોધિ કર્મ ઉપાર્જન કરે એવું
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy