________________
૩૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના પુરુષોના વચન હંમેશાં પ્રિય અને મધુર હોય છે પણ બીજાને વેર-ઝેર કરાવે તેવાં હોતા નથી. પણ પૂર્વધર તથા પૂર્વાચાર્યોની પરંપરાથી ચાલી આવેલી ત્રણ થાય અને પૂજા/પ્રતિષ્ઠા કારણે કરવાની ચોથી થોયનું ખંડન કરી એકાંતે પ્રતિક્રમણમાં ચાર થોય સ્થાપન કરતો ગ્રંથ આત્મારામજીએ બનાવ્યો. તેમાં “ત્રણ થઈ અંગીકાર કરવાવાળાને દીર્ધસંસારી જાણવો”. તેવું અનુચિત લખાણ લખી પૂર્વાચાર્યોની આશાતનાના કારણથી આત્મારામજી બહુસંસારી થઈ ન જાય તેવી આશંકાથી તેમનો ઉદ્ધાર કરવા આ ગ્રંથ બનાવ્યો છે. શ્રાવકોના અત્યાગ્રહથી શ્રીમદ્ ધનવિજયજીએ આત્મારામજીના અંતઃકરણમાં ઉલટી રીતે ઠસી ગયેલી વાતને સુલટી કરવા હિન્દી ભાષામાં ગ્રંથ બનાવવાનો શરૂ કર્યો ત્યારે અમદાવાદના સંસ્કૃતપાઠના જાણકાર શ્રાવકે કહ્યું કે સાહેબ જેમ આત્મારામજીએ પૂર્વાચાર્યોની પરંપરા છોડી તેમ આપે ન છોડવી જોઈએ. કારણ કે જૈનસંઘમાં શ્વેતાંબર અને દિગંબર એ બે શાખા છે. દિગંબરાચાર્યોએ હિન્દી ભાષા ગ્રહણ કરી છે, પણ શ્વેતાંબરાચાયો ગમે ત્યાં જન્મ્યા હોય તો પણ મોટાભાગે ગુજરાતીભાષામાં જ ગ્રંથની પ્રવૃત્તિ કરે છે. માટે આપે પણ ગુજરાતી ભાષામાં જ ગ્રંથ બનાવવો જોઈએ. આવાં યુક્તિપૂર્વકના વાક્યો સાંભળીને મહારાજ સાહેબે ગુજરાતી ભાષામાં આ ગ્રંથ બનાવ્યો છે.
આ ગ્રંથમાં કોઈને દુઃખ લાગે તેવાં વચન લખવાનો મહારાજ સાહેબનો અભિપ્રાય નથી, પણ ગ્રંથમાં કંઈ દુઃખ લાગે તેવાં વચનો લખાયાં હોય તો તેનું કારણ શ્રાવકોની પ્રાર્થના અને ચતુર્થસ્તુતિનિર્ણય જ કારણભૂત છે. કારણ કે તેમાં જેવી રીતે લખેલી છે તેવી બાબતોને તેને યોગ્ય હોય તેવી રીતે જ ઉત્તર લખવો જોઈએ. મહારાજ સાહેબને કે અમને શ્રાવકોને કોઈની સાથે દ્વેષ નથી અને દુઃખ થાય તેવું લખવાથી ફાયદો પણ નથી અમારો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે જેઓએ અજ્ઞાનતાના પ્રસંગથી પૂર્વધર પૂર્વાચાર્યોએ પ્રરૂપેલો માર્ગ છોડ્યો છે તે સન્માર્ગે આવે. પોતાને હેય શું ? અને ઉપાદેય શું ? એ સત્ય રીતે સમજી અરિહંત પ્રભુના દર્શાવેલા માર્ગે ચાલે તે જ ભાવના છે. પણ કોઈની ફોગટ નિંદા કરવી,