________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૯૯ व्याख्या - मिथ्यात्वगुणयुतानां प्रथमगुणस्थानवतिनां नृपादीनां नरेश्वरादीनां कुर्वन्ति पूजादि-अभ्यर्चनं नमस्कारादि इहलोककृते मनुष्यजन्मोपकारार्थं, सम्यक्त्वसंयुतानां दर्शनसहितानां ब्रह्मशांत्यादीनामितिशेषः न पुनर्नैव मूढा अज्ञानिनः इति गाथार्थः ॥१००५॥
ભાષા :- તથા શબ્દ વાદાંતર કહેવાને અર્થે છે. બ્રહ્મશાંત્યાદિ નામંકાર પૂર્વની પેઠે. આદિ શબ્દથી અંબિકાદિ ગ્રહણ કરવાં. કેટલાક એમની પૂજા વગેરેનો નિષેધ કરે છે. વગેરે શબ્દ ગ્રહણ કરવાથી શેષ તેમને ઊંચાં ગ્રહણ કરવાં. તેમની પૂજા નિષેધ કરવી યોગ્ય નથી. કેમ કે સિદ્ધાંતાદિક વૃત્તિના કર્તા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાને બ્રહ્મશાંત્યાદિકની પૂજા ઊંચા કૃત સમ્મત છે. તેથી શ્રી પંચાલકજીમાં તેમના પૂજા વગેરે વિધાન કહ્યા છે. એ પ્રમાણે ગાથાર્થ પૂર્ણ થયો ૯૦૧ી તે જ કહે છે – એ બ્રહ્મશાંત્યાદિક દેવ છે તે સમ્યગ્દષ્ટિ છે, મહાઋદ્ધિવંત છે, સાધર્મિક છે, તે વાતે તેમની પૂજા વગેરે ઊંચાં કૃત્ય શ્રાવકોને કરવા એ ગાથા પ્રસિદ્ધાર્થ છે. કેવળ શ્રાવક એમની પૂજા વગેરે કરે એમ ન સમજવું. કેમ કે યતિ એવા સાધુ પણ એમના કાયોત્સર્ગ કરે છે. રવો તે જ કહે છે – વિઘ્નવિઘાતન તે ઉપદ્રવવિનાશ, તે કરવાને અર્થે યતિ સાધુ પણ ક્ષેત્રદેવતાદિકના કાયોત્સર્ગ કરે છે. આદિ શબ્દથી ભવનદેવતાદિકનું ગ્રહણ કરવું. તે માટે કેવળ શ્રાવકાદિક જ એમનાં ઊંચાં કૃત્ય કરે છે એમ ન સમજવું, પરંતુ સાધુ પણ કાયોત્સર્ગ કરે છે, એ વા શબ્દનો અર્થ છે. કેમ કે પૂર્વોક્ત કાયોત્સર્ગ કરવા એ કથન શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે, એ પ્રકારે ગાથાર્થ છે. I૧૦૦૧ી તે જ કહે છે, ચોમાસામાં અને સંવત્સરીમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવો, કોઈક આચાર્ય ચોમાસામાં પણ ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે, એ ગાથાર્થ છે. /૧૦/રો અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો ચોમાસી આદિમાં ક્ષેત્રદેવતા વગેરેના કાયોત્સર્ગ શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યાં છે તો વળી વર્તમાનકાળમાં દરરોજ કાયોત્સર્ગ કેમ કરો છો ? એ પ્રશ્નોના જવાબ કહે છે - આધુનિકકાળમાં દરરોજ પ્રતિદિવસ જે ક્ષેત્રદેવતા વગેરેનો કાયોત્સર્ગ કરે છે તેનું કારણ એ છે કે વર્તમાનકાળમાં તે દેવતાઓના સાંનિધ્યના અભાવથી
૨૩