SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર णवयारेण जहन्ना, दंडथुईजुयल मज्झिमा भणिया । संपुण्णा तिन्नि थुई, पणिहाणजुत्तउ सा णेआ॥२६॥ ભાવાર્થ - પ્રથમ અનિશ્રાકૃત ચૈત્યમાં ગુરુ ચૈત્ય વાંદે, ત્યાં ઇરિયાવહિયા, તસ્ય ઉત્તરી, અન્નત્થ કહી એક લોગસ્સનો કાઉસગ્ગ કરી પછી ખમાસમણ દઈ એક કાવ્ય તથા શ્લોક કહી જિનને વાંદી જમણો ઢીંચણ જમીન પર સ્થાપી ડાબો ઢીંચણ જરાક ઊંચો કરી નમસ્કાર, નમુત્થણ, અરિહંત ચેઇયાણ, વંદણવત્તિયાએ, અન્નત્થ એટલાં વાન કહી જઘન્ય પૂર્ણ આઠ શ્વાસોચ્છવાસનો કાઉસગ્ગ કરી પારી નમો અરિહંતાણં, નમોડહ૦ કહી જિનચૈત્યનિશ્રિત એક થોય કહી યાવત્ લોગસ્સ કહે, પછી સવ્વલોએ અરિહંત ચેઇયાણ, વંદણવત્તિયાએ, અન્નત્ય કહી પૂર્વવિધિએ કાઉસગ્ગ કરી પૂર્ણ કરે પછી સાધારણચૈત્યનિશ્રિત એક થોય કહી પુખરવરદી, સુઅસ્સે ભગવઓ, વંદણવત્તિયાએ, અન્નત્ય કહી કાઉસગ્ગ પારી જ્ઞાનનિશ્રિત એક થોય કહી સિદ્ધાણં બુદ્ધાણં કહી બેસી નમુત્થણે અથવા જાવંતિ ચેઇયાણું, ઇચ્છામિ ખમાસમણો, જાવંત એ બે મુનિચંદન પ્રણિધાન કરી નમોડહત્સિદ્ધાચાર્ય કહી સ્તવન અને જયવીયરાય કહેવાથી સંપૂર્ણ ચૈત્યવંદના થાય. સર્વ જિનઘરમાં એક પ્રકારે ચૈત્યવંદના કરવી. આજ અર્થે અપિ અને વા શબ્દ ધારણ કર્યા છે, અને કારણે ઉત્પન્ન થયે છતે એક થોયથી પણ ચૈત્યવંદના કરવી. શ્રી કલ્પભાષ્યમાં તેમજ કહ્યું છે. નિશ્રાકૃત અથવા અનિશ્રાકૃત સર્વ ચૈત્યોમાં ત્રણ થાયથી ચૈત્યવંદના કરવી અને જો ચૈત્ય દીઠ ત્રણ-ત્રણ થોયની ચૈત્યવંદના કરતાં બહુ સમય લાગે તો અને ચૈત્ય ઘણા હોય તો એક-એક ચૈત્યમાં એક-એક થોયની ચૈત્યવંદના કરે એ કલ્પભાષ્ય ગાથામાં કોઈ કહે છે. અહીં સ્તવ-પ્રણિધાનાદિ ન જોઈએ એમ કહી ઉક્તવિધિ જે નથી કરતા તે આજ્ઞાભંગદોષને પ્રાપ્ત થાય છે. કેમ કે અહીં જ કલ્પભાષ્ય ગાથામાં વા અને અપિ શબ્દ પ્રગટ જ છે, તે પુનવિધિસૂચક છે. તેથી યથાશક્તિએ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ભેદ કરવા. તે જ કહે છે, એક તો નમસ્કાર માત્ર કરીને જઘન્યચૈત્યવંદના જાણવી. બીજી એક દંડક અને એક થાય એ મધ્યમચેત્યવંદના કહી. ત્રીજી ત્રણ થાય પ્રણિધાનયુક્ત તે સંપૂર્ણ જાણવી. /૧૬-૨૬
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy