SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મનને પીડા આપનારા વિચારો એ હતા કે હું કોણ છું? હું ક્યાં બંધાયેલો છું ? અને હું ક્યાંથી આવ્યો છું ? એ શક્ય છે કે આવી નાજુક બાબતો (મહેલની) છત ઉપર (બેસીને) તેમની રાણી સાથે તે અંગેની ચર્ચા કરતા હોવા જોઈએ. ગ્રંથો કહે છે, “ક્યારેક (કેટલાક) ગંભીર વિષયો (તેમની) નિશ્ચયપૂર્વકની ચર્ચામાં (સામેલ) હતા.” રાજા પ્રસેનજિત મલ્લિદેવી સાથે બેસીને કરતા હતા તે જ પ્રમાણે તેઓ પણ બૌદ્ધિક ચર્ચાઓ કરતા હોવા જોઈએ જેણે પછીથી તેમના મન ઉપર અસર છોડી હોવી જોઈએ અને મનુષ્યના અસ્તિત્વની ક્ષણભંગુરતા વિશે (તેમના મનનું સમાધાન થયું હોવું, જોઈએ અને અંતે આ બાબતે તેમના દિલગીર બનાવ્યા હોવા જોઈએ. તેઓ કઠોર અને કર્કશ લિચ્છવી યુવાન માણસો જેવા ન હતા, પરંતુ તેઓ એક સુકોમળ રાજકુમાર અને એક આગેવાનના પુત્ર હતા અને તેમના ગૃહસ્થજીવનનું તેમને પ્રકાશ લાવતું મુખ્ય લક્ષણ એવું વિશેષણ હતું કે તેઓ વચનો પાળવા માટે પૂરતા) સક્ષમ હતા. હકીકતમાં આ એકમાત્ર એવી ધારણા હતી કે જે તેમને ગૃહસ્થજીવન તરફ ઘસડી ગઈ. આમ તેઓ તેમના રોજિંદા ગૃહસ્થજીવનના દૈનિક દિનચર્યામાંથી પસાર થયા હોવા જોઈએ કે જે તેમના સંન્યાસની ક્ષણની રાહ જોઈ રહી હોય. તેમના ગૃહસ્થજીવનના દિવસો દરમ્યાન પણ તેમણે તેમના પોતાના (સાથીઓના) સમુદાયમાં અસામાન્ય ગણાય એવી નમ્રતા અને સચ્ચાઈ વડે ખ્યાતિ પ્રાપ્ત કરી હોવી જોઈએ. પરંતુ પ્રારંભિક જીવનચરિત્રકારો માટે તેમની ગૃહસ્થી દરમ્યાનના જીવનનું કોઈ મહત્ત્વ ન હતું, પરંતુ તેમના માટે માત્ર સંસારત્યાગ પછીનું મહાવીરનું જીવન મહત્ત્વ ધરાવતું હતું. પરંતુ, તેમણે તેમના ગૃહસ્થજીવન દરમ્યાન પણ એવા ગુણો સંવર્ધિત કર્યા હોવા જોઈએ કે જેમણે પાછળથી તેમને તેમના સમયના મહાન ધાર્મિક નેતા બનાવ્યા હોય. - ૧ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy