SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર દર્શાવ્યા મુજબનું વર્ણન આપણે જોયું. હવે આપણું કાર્ય આ વિશેષણો અને વ્યાખ્યાનો અંગેની તપાસનું રહેશે. વિશેષણો 110 સર્વે કળાઓ અને વિજ્ઞાનોમાં શ્રમણ ભગવાન મહાવીર પ્રવીણ હતા. તેમનાં વચનો પાળવા માટે સમર્થ હતા, અત્યંત સ્વરૂપવાન, બધા જ સગુણોથી અલંકૃત, કાળજીવાળા, નમ્ર, કીર્તિમાન, જ્ઞાત્રિ ક્ષત્રિયોના પુત્ર, જ્ઞાત્રિઓના કુળના ચંદ્ર, શ્રેષ્ઠ દેહરચના ધરાવનાર, વિદેહદત્તાના પુત્ર, ગૃહસ્થ તરીકે અત્યંત નાજુક (પરંતુ યોગીજીવન દરમ્યાન કઠિનાઈઓ સહન કરવામાં ખૂબ જ મક્કમ) હતા. શ્રમણ ભગવાન મહાવીરના પિતા કશ્યપ ગોત્રના હતા (અને) તેઓ ત્રણનામો ધરાવતા હતા - જેવાં કે સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વિ. શ્રમણ ભગવાન મહાવીરનાં માતા વશિષ્ઠ ગોત્રનાં હતાં (અને) તેમના ત્રણ નામો હતાં જેવાં કે ત્રિશલા, વિદેહદત્તા અને પ્રીતિકર્મિણી. શ્રમણ ભગવાન મહાવીરનાં કાકા સુપાર્શ્વ હતા, તેમની વડીલબંધુ નંદીવર્ધન હતા અને તેમની ભગિની સુદર્શના હતાં. તેમની પત્ની યશોધા કૌન્ડિન્ય ગોત્રનાં હતાં. શ્રમણ ભગવાન મહાવીરની દુહિતા જે કશ્યપ ગોત્રની હતી તેને બે નામ હતાં જેવાં કે અનોજ્જા અને પ્રિયદર્શના. શ્રમણ ભગવાન મહાવીરની પૌત્રી જે કેયપા ગોત્રની હતી અને તેનાં પણ બે નામો હતાં જેવાં કે શેષાવતી અને યેશાવતી. હવે આપણું કાર્ય ઉપલબ્ધ સાહિત્યને મૂલવવાનું અને ખરેખર અસ્તિત્વ ધરાવતા સાહિત્યમાં આપણી કલ્પના ઉમેરીને તેમના ગૃહસ્થ જીવનના ઈતિહાસનું પુનનિર્માણ કરવાનો પ્રયત્ન કરવાનું છે. (ઉપલબ્ધ) વર્ણનમાંથી પ્રથમ દષ્ટિએ દેખીતી હકીકત એ છે કે વર્ધમાનકુમાર સમગ્રતયા એક સુખી મનુષ્ય હોવા જોઈએ. સામાન્ય રીતે જીવનની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવાની અક્ષમતાને કારણે અન્ય લોકોને તેમના ગૃહસ્થજીવનમાં હોય છે તેવી દુખદાયક પરિસ્થિતિમાં તેઓ મૂકાયેલા હોવા જોઈએ નહિ. પરંતુ આ સુખની મધ્યમાં તેમના ચિંતનશીલ અને તત્ત્વજ્ઞાની
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy