SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને હળવીફૂલ રાખવાનો પ્રયત્ન કર્યો છે. મારી સાથે જ બી.એ., એમ.એ.અને પીએચ.ડી. ની યાત્રા કરનારા મારા ભાભી રતનબેન ખીમજી છાડવાની પ્રેમાળ હુંફ તો મળી જ છે પણ વડીલબંધુ ખીમજીભાઈએ અમારા બંનેની સાથે અમદાવાદ-કોબા -પાટણ-ખંભાતમાં સાથે રહીને અમારી માવજત, સાર - સંભાળ રાખી છે. તેથી એમના અંતરથી ઓવારણા લઉં એટલા ઓછા. ઋણ સ્વીકાર આમ પૂર્વે જે નામોનો ઉલ્લેખ થયો એ બધાની હું ખૂબ જ ઋણી છું તેમ જ એ સિવાયના જેમનો સાથ સહકાર મળ્યો છે એમની હું સદાય ઋણી રહીશ. જેમ કે લીંબડી અજરામર સંપ્રદાયના સર્વ સાધુ - સાધ્વી ભગવંતો, દરિયાપુરી સંપ્રદાયના, બોયદ સંપ્રદાયના, ગોંડલ સંપ્રદાયના, આઠ કોટી મોટી પક્ષ અને નાની પક્ષના, લીંબડી ગોપાલ સંપ્રદાય, ખંભાત સંપ્રદાય, દરેક મારા પરિચયમાં આવેલા સર્વ સાધુ - સાધ્વી ભગવંતનો કોટિ કોટિ વંદના સહ ઉપકાર માનું છે. આ શોધયાત્રા દરમ્યાન દેરાવાસી સંપ્રદાયના પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહાય કરનાર આચાર્ય શ્રી નેમિસૂરિજીના શિષ્ય પ.પૂ. શીલચંદ્રજી મહારાજ સાહેબ, આચાર્યશ્રી નંદીઘોષ વિજયજી વાગડ સમુદાયના પ. પૂ. આનંદવર્ધન વિજયજી મ.સા., જ્ઞાન પ્રભાવક શ્રી પ.પૂ. મુક્તિચંદ્રજી અને પ.પૂ. મુનિચંદ્રજી મ.સા., આચાર્ય શ્રી જંબુવિજયજી, આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, જ્ઞાનસાગરજી સમુદાયના પ.પૂ. શ્રી હેમચંદ્રસાગરજી, પંન્યાસ શ્રી અરૂણવિજયજી વગેરે ગુરૂભગવંતોનો કોટિ કોટિ વંદનાસહ ઉપકાર માનું છું. મારા પ્રુફ રીડીંગ, પુનર્લખાણ માટે પ્રજ્ઞાબેન બિપીનચંદ્ર સંઘવી, ગીતાબેન વિનોદભાઈ શાહ અને મીનલ દિનેશચંદ્ર અવલાણીની ત્રિપુટીએ જે જહેમત ઉઠાવી છે તેમની હું અહેસાનમંદ છું. શ્રી રાજેમતિ મહિલા મંડળના શિક્ષિકા બેનો, તથા સભ્ય બનો, શ્રી માટુંગા સંઘના પ્રમુખશ્રી, સર્વ હોદેદારો અને શ્રાવક - શ્રાવિકાઓ મારા પ્રત્યે શુભ ભાવ વ્યક્ત કરનાર સર્વેનો ખૂબ આભાર માનું છુ. મુંબઈ યુનિવર્સિટીની કાર્યવાહી સમજાવનાર કેતકીબેન શાહનું સ્મરણ કરું છુ. માટુંગા સ્થાનકના ઓફિસ બેરર નવીનભાઈ હસમુખભાઈ શેઠે મને ખૂબ જ સુંદર સહકાર આપ્યો છે તેમ જ માટુંગા ઉપાશ્રયના પ્યુનો નારાયણભાઈ, પાંડુભાઈ, રાજુભાઈ, ક્રીષ્નાભાઈ મને જોઈતા પુસ્તકો ઘેર બેઠાં આપી જતા એમને કેમ વિસરાય. મને લીંબડીની હસ્તપ્રત મેળવવા માટે સહાય કરનાર શ્રી ચંપકભાઈ - મૃદુલાબેન અજમેરા, કેલાસબેન - વિનોદભાઈ ગોપાણીનો આભાર માનું છું. ડૉ. કવિનભાઈ શાહ, ડૉ. હંસાબેન શાહ, કોબાના મનોજભાઈ જૈન,
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy