SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ 2 શ્રી મહેન્દ્રભાઈ ભાઈલાલ સંઘવી, પ્રો. અમીતા છેડા, મહર્ષિ દયાનંદ (M.D.) કોલેજના પ્રિન્સીપાલ ડૉ. તિવારી સાહેબ, ઓફિસ બેટર શ્રી દિપક બોલર, મુંબઈ યુનિવર્સિટીના થીસીસ સેક્સનના કાર્યકર સ્વ. પવારભાઈ, શ્રી મધુકરભાઈ, સંધ્યાબેન, D.T.P. કરનાર પુનમબેન અને વિશ્વેશ કુલકર્ણી (સ્વરા આર્ટસ), સેટિંગ કરનાર સીમા સતીશ ચારી, ફોટો સ્કેન કરી આપનાર જતીન શાહ, અને મારા શોધનિબંધને પુસ્તકનું સ્વરૂપ આપનાર બંધુ બેલડી ચંદુભાઈ અને નવીનભાઈ રાયશી ગાલા (જી. મહાવીર ગ્રાફીક્સ) વગેરેનો હાર્દિક આભાર. આ હસ્તપ્રતના સંશોધનમાં મેં મધમાખીની જેમ વિવિધ પુસ્તકોરૂપી સ્કૂલમાંથી રસ એકત્ર કરવાનું કામ કર્યું છે એની સંદર્ભસૂચિ આપી છે એ દરેક પુસ્તકના લેખક, સંપાદક, પ્રકાશકોનો ખૂબ જ આભાર માનું છું. તેમજ મેં જે જે ગ્રંથાગારની મુલાકાતો લીધી છે એની પણ સૂચિ આપી છે. એમના ગ્રંથપાલો અને કાર્યકરોનો ઉપકાર માનું છું. આ ઉપરાંત મારા આ કાર્યમાં મને પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે સહાય કરનાર જ્ઞાત અજ્ઞાત સર્વ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવ પ્રગટ કરૂં છું. મારા આ શોધ નિબંધમાં છદ્મસ્થ અવસ્થા અને અલ્પમતિને કારણે જે કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય અથવા જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ પણ લખાઈ ગયું હોય તો મારૂં એ ‘દુષ્કૃત્ય મિથ્યા થાઓ.’ મારી પીએચ.ડી. ની આ યાત્રા અહીં લૌકિક રીતે પૂર્ણ થાય છે. પરંતુ સંશોધન વૃત્તિનું ચાહક એવું મારૂં મન અન્ય સંશોધનની દિશામાં આગળ વધવા માટે ઉત્સાહિત બન્યું છે. બીજા શબ્દોમાં કહું તો હવે જ્ઞાનની અન્ય વિવિધ દિશાઓ ખૂલી છે અને એ દિશામાં કાર્ય કરવાની ઝંખના વધી રહી છે. જ્ઞાનબીજ વિકસીને વટવૃક્ષમાંથી ‘કબીરવડ’ બનવા ઝંખી રહ્યું છે. તા.૨૧-૧- ૨૦૦૯, પાર્વતી નેણશી ખીરાણી અસ્તુ પુસ્તક પ્રકાશનના પ્રાપ્તિ પળે .... મારા હમસફરની ઈચ્છા તેમ જ પરિવારજનોની પ્રેરણાથી મારો આ શોધ નિબંધ પુસ્તકરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે, પ્રસ્તાવનારૂપે મને શુભેચ્છા આપનાર સર્વ વિદ્વજનોની હું ઋણી છું. પોતાના કિંમતી સમયનો ભોગ આપી મારા શોધનિબંધનું ગ્રંથરૂપે એડિટિંગ કરી આપનાર શ્રી અતુલભાઈ મુગટલાલ ચુડગરનો અને પુનઃ પ્રુફ રીડિંગ કરનાર શ્રી કોકિલાબહેન શાહ તેમ જ શ્રી પાર્વતીબહેન પોપટલાલ છેડાનો આભાર. આ પુસ્તક સંશોધનકારને સહાયરૂપ બને એ હેતુથી સંદર્ભસૂચિ આદિ પરિશિષ્ટો તેમ જ કેટલાક વિભાગ વિસ્તૃત હોવા છતાં યથાતથ્ય રાખ્યા છે.
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy