SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બધી પ્રક્રિયા પૂરી કરી અને એમની જ સંમતિથી ચાર મહિના સુધી પૂ. અલ્પેશમુનિ પાસે હસ્તપ્રત ઉકેલવાની કામગીરીમાં લાગી ગઈ. તપસ્વી, આત્મજ્ઞાનના ઉલ્લાસી, જ્ઞાન પીરસવામાં ઉત્સાહી, અપ્રમત્ત એવા પૂ. અલ્પેશમુનિ તો મારા માટે દેવદૂત બનીને આવ્યા હતા. એમના અગાધ જ્ઞાનરાશિનો પરિચય હર્ષ અને રોમાંચ ઉપજાવનારો છે. દરેક વિષયનું તલસ્પર્શીજ્ઞાન એમની તીવ્ર મેધાવી બુદ્ધિપ્રતિભાની પ્રતીતિ કરાવતું હતું. એમણે જે ચીવટ, ખંત, ઉત્સાહથી મારા સંશોધનકાર્યમાં મદદ કરી છે એ માટે એમને ‘સવાયા ગાઈડ'નું બિરૂદ આપવાનું મન થઈ જાય. પ્રાતઃ સ્મરણીય એવા ગુરૂદેવની સદાય ઋણી રહીશ. જેમની આજ્ઞા વગર આ કાર્ય શક્ય નહોતું એવા પ.પૂ. અપૂર્વમુનિનો વિશેષ આભાર માનું છું. હસ્તપ્રત ઉકેલ્યા પછી જેના વગર આ સંશોધન કાર્ય શક્ય જ ન હતું એવા મારા માર્ગદર્શક ડૉ. કલાબેનના માર્ગદર્શન હેઠળ મારૂં સંશોધનકાર્ય આગળ ધપાવ્યું. આજીવન સાહિત્યને સમર્પિત, આપણા અમર સાહિત્ય વારસાનું જતન કરનાર, મેગેઝિનો તેમ જ મુંબઈ સમાચાર જેવા વર્તમાન પત્રોમાં જેન લેખોની કોલમના લેખિકા, મહાવીર જૈન વિદ્યાલયને ઉપક્રમે યોજાતા જૈન સાહિત્ય સમારોહના સફળ સંચાલિકા, એક ડઝનથી વધારે સંશોધન કાર્ય કરનારાના માર્ગદર્શિકા બહુમુખી પ્રતિભા ધરાવનાર એવા ડૉ. કલાબેનનું શ્રેષ્ઠ માર્ગદર્શન પામીને હું ધન્ય બની ગઈ. એમણે વિષયવસ્તુને અધિકાધિક પ્રાસંગિક બનાવવાના હેતુથી મારા આત્મવિશ્વાસને નિખારીને માર્ગદર્શન આપ્યું છે. એમનો સાલસ, નિખાલસ, એખલાસભર્યો સ્વભાવ, તેમ જ એક માતાની યાદ અપાવે એવો પ્રેમાળ, સ્નેહાળ, રસાળ આતિથ્ય સત્કાર મારા માટે ચિરસ્મરણીય બની રહેશે. એમનો અમૂલ્ય સમય તો મને આપ્યો જ પણ હું અવિરતપણે કાર્યરત રહું તે માટે સતત પ્રેરણા આપી તેથી તેમનો માત્ર આભાર માનીને છટકવા નથી માંગતી પણ સદાય ઋણી રહીશ. સાથે સાથે એમના લઘુબંધુ અતુલભાઈનો ઉષ્માભર્યો આવકાર પણ યાદ રહેશે. મારા જ્ઞાનબીજને વટવૃક્ષ સુધી પહોંચાડવામાં સૌથી વધારે સાથ મારા હમસફર શ્રી નેણશી વિજપાર ખીરાણી (શ્રી વાગડ કલા કેન્દ્રના મુખપત્ર “વાગડ સંદેશ’ ના માનદ તંત્રી.) એ આપ્યો છે એમની સતત પ્રેરણા, તેમ જ મારે જ્યાં જવું હોય ત્યાં સાથે પડછાયાની જેમ રહેતા, મને જોઈતા પુસ્તક મેળવવા પત્રવ્યવહાર કરીને કે જાતે જઈને શોધીને જ જંપતા. તેથી મારા પીએચ.ડી નો સૌથી વધારે આનંદ | અને યશ પણ એમને જ છે. મારા પૂ. જેઠાણી શાંતાબેન મોતીલાલ ખીરાણી અને દેરાણી સ્વ. કુસુમ/યોગીની ચંદ્રકાંત ખીરાણીએ પણ મને ખૂબજ સહકાર આપ્યો છે. મારા નણંદ - નણંદો ઈ, ભાઈ - ભાભી, બેન - બનેવીએ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. મારી લાડલી પુત્રી ચિ. હાર્દિ વિનય સત્રાએ મને સતત પ્રોત્સાહિત
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy