SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તેમજ સરલ પૃચ્છાવાળો, સુવર્ણની ઘૂઘરમાળવાળો અને જાણે વિધુત સહિત શરદ ઋતુને મધ હોય તેવો વૃષભ જોયો. બીજે સ્વપ્ન વેતવર્ણવાળો, કમથી ઊંચે, નિરંતર ઝરતા મદની નદીથી રમણીય અને જાણે ચાલતો કૈલાસ પર્વત હોય તે ચાર દાંતવાળા હતી જ. ત્રીજે સ્વપ્ન પીળા નેત્રવાળા, દીર્ઘ છÇવાવાળ, ચપલ કેશવાળીવાળો અને જાણે શૂરવીરને જયધ્વજ હોય તેમ પૂછડાને ઉલાળતા કેશરી સિંહ દીઠે. ચોથે સ્વપ્ન, પા જેવા લોચનવાળી, પત્રમાં નિવાસ કરનારી અને દિગગજેન્દ્રોએ પિતાની સૂઢથી ઉપાડેલા કુંભોથી શોભતી લક્ષ્મીદેવી દીઠી. પાંચમે સ્વપ્ન નાના પ્રકારના દેવવૃક્ષોનાં પુષ્પથી ગૂંથેલી, સરળ અને ધનુષ્ય ધારીએ આરહણ કરેલા ધનુષ્ય જેવી લાંબી પુષ્પમાળા દિઠી. છકે સ્વપ્ન જાણે પોતાના મુખનું પ્રતિબિંબ હેય તેવું, આનંદના કારણરૂપ અને કાતિ સમૂહથી જેણે દિશાઓને પ્રકાશિત કરેલી છે એવું ચંદ્રમંડળ દીઠું. સાતમે સ્વપ્ન સર્વ અંધકારનો નાશ કરનાર અને વિરતાર પામતી કાન્તિવાળા સૂર્ય જોયો. આઠમે સ્વપ્ન ચપળ કાન વડે જેમ હસ્તી શોભે તેમ ઘુઘરીઓની પંક્તિના ભારવાળી અને ચલાયમાન એવી પતાકા વડે શોભતે મહાધ્વજ દીઠે. નવમે રવપ્ન વિકસિત કમળોથી જેને મુખભાગ અર્ચિત કરે છે એવો સમુદ્ર મંથન કરવાથી નીકળેલા સુધાકુંભ જેવો અને જળથી ભરેલો-સુવર્ણને કલશ દીઠા. દશમે સ્વને જાણે આદિ અહંતની સ્તુતિ કરવાને અનેક મુખવાળું થયું હોય તેમ ભ્રમરોના ગુંજારવવાળા અનેક કમળોથી શોભતું મહાન પદ્માકર (પા સરોવર ) જોયું. અગ્યારમે રવપ્ન પૂથ્વીમાં વિસ્તાર પામેલા શરદઋતુના મેઘની લીલાને ચોરનાર અને ઊંચા તરંગોને સમૂહથી ચિત્તને આનંદ આપનાર
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy