SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અને વીશ સ્થાનકની આરાધના વડે તીર્થંકર નામ–ગોત્રમ્ ઉપાર્જન કર્યું. બારમો ભવ અનુત્તર વિમાનમાં દેવ વજનાભ મુનિ ખડગની ધારા સમાન સંયમવ્રત પાળી, અણસણ કરી, સર્વાથસિદ્ધ અનુત્તર વિમાનમાં દેવ થયા. ૩ષભદેવ ભગવાનને જન્મ માદિનાથનું ચ્યવન ઃ ત્રીજા આરામાં ચોરાસી લાખ પૂર્વ, ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે અષાઢ માસની કૃષ્ણ ચતુથીને દિવસે વજનાભનો જીવ આયુષ્ય પૂર્ણ કરી સવાર્થ સિદ્ધ વિમાનમાંથી ચ્યવી, નાભી કુલકરની સ્ત્રી મરૂદેવીની કૃષિમાં અવતર્યો. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે પ્રાણી માત્રના દુઃખને ઉચ્છેદ થવાથી ગેલેક્સમાં સુખ થયું અને સર્વ સ્થાનકે મટે ઉઘાત થયા. મરદેવી માતાએ દીઠેલા ચૌદ સ્વને : જે રાત્રીએ પ્રભુ દેવોમાંથી અવીને માતાની કુક્ષિમાં અવતર્યા તે જ રાત્રીએ નિવાસ ભવનમાં સૂતેલી મરૂદેવીએ ચૌદ મહાવપ્ન દીઠાં. પ્રથમ સ્વપ્ન ઉજજ્વળ, પુષ્ટ રકંધવાળો, દીધે ૧. વજાભ મુનિએ (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) આચાર્ય (૫) સ્થીર (૬) ઉપાધ્યાય (૭) સાધુ (૮) જ્ઞાન (૮) દર્શન (૧૦) વિનય (૧૧) ચારિત્ર (૧૨) બ્રહ્મચર્ય (૧૩) સમાધિ (૧૪) તપ (૧૫) દાન (૧૬) વૈયાવચ્ચ (૧૭) સંયમ (૧૮) અભિનવજ્ઞાન (૧૯) શ્રુતપદ અને (૨૦) તીર્થ પદની આરાધના કરી આ વીસ પદમાંથી એક પદની પણ ઉત્કટભાવે આરાધના કરવામાં આવે સર્વ જીવની કલ્યાણ ભાવનાને ઝંખતા “તીર્થકરપદને તે જીવ મેળવી શકે છે. વજનાભ મુનિએ વીસે પદની આરાધના કરી તીર્થંકરપદ નામ કર્મને બંધ કર્યો.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy