SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ વાસુદેવ, બળદેવ, શિવાદેવી, દેવકી વગેરે શ્રાવકવ્રતનો સ્વીકાર કરી શ્રાવક શ્રાવિકા થયાં. આમ ચતુર્વિધ સંધની સ્થાપના થઈ પ્રભુના શાસનમાં ગમેધ નામે યક્ષ શાસનદેવ થયે અને અંબિકા નામે શાસનદેવી થઈ. દ્રૌપદી હરણ એક વખત નારદે પાંડવોની સભામાં બરાબર ચોગ્ય સત્કાર નહિ થવાથી ધાતકીખંડની અપરકંકા નગરીને પોતર રાજા પાસે દ્રૌપદીનું હરણ કરાવ્યું ત્યારે પાંડેએ કૃષ્ણની મદદ માગી. કૃષ્ણ લવણસમુદ્રના સુસ્થિત દેવનું આરાધન કરી, તેની મદદથી સમુદ્ર ઉતરી, અમરકંકા ગયા. ત્યાં પ્રથમ પાંડે એકલા તે રાજા સાથે યુદ્ધ કરવા ગયા પણ તેમને તે તે રાજાએ ક્ષણવારમાં હરાવી દીધા. પછી કૃષ્ણ ફક્ત શંખનાદથી અને ધનુષ્યના ટંકાથી તેને હરાવી નસાડી મૂળે પરાભવ પામેલે તે રાજા દ્રૌપદીને શરણે ગયે. ત્યારે તેણે કહ્યું, “સ્ત્રીને વેશ લઈ, તું મને આગળ કરીને, સેંપી, માફી માગીશ, તે જીવીશ.” પછી તેણે તેમ કર્યું. ત્યાં ઘાતકી ખંડમાં, મુનિ સુવ્રત સ્વામીના સમવસરણમાં કપિલ વાસુદેવ બેઠા હતા. તેમણે કૃષ્ણને શંખનાદ સાંભળી પ્રભુને પૂછયું, હે સ્વામી ! અમારા જે શંખનાદ કોને.” પ્રભુએ કહ્યું, “કૃષ્ણ વાસુદેવને કપિલે પૂછયું, “એકરસ્થાને બે વાસુદેવ હેાય ?” ભગવાને કહ્યું, “એક સ્થાને બે તીર્થકર, બે ચક્રવતી તેમજ બે વાસુદેવ હેય નહિ, પણ પોત્તર રાજા દ્રૌપદીનું હરણ કરી લાવે છે તેથી તેને લેવા સારૂ કૃષ્ણ આવ્યા છે.” કપિલને વિચાર કૃષ્ણનું આતિથ્ય કરવાને હતો પણ પ્રભુએ જણાવ્યું કે બે વાસુદેવ એક ઠેકાણે ભેગા થાય જ નહિ. પછી કૃષ્ણ સમુદ્રમાં ઘણે દુર ગયા ત્યારે તે રાજાએ સમુદ્ર કિનારે આવી શંખનાદ કરી જણાવ્યું, “હું તમને મળવા આવું
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy