SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ હતે માટે તેને તરછોડી. પણ હું તે તારા પર રાગવાળ છું” આ સાંભળી રાજીમતીએ તેને ઘણે બેધ આપે, પણ મદિરા પીધેલાની પેઠે તેના પર બંધની કંઇ અસર થઈ નહિ. એક વખત રાજીમતીએ તેને સમજાવવા માટે કંઠ સુધી દુધનું પાન કરી, રથનેમિ પાસે સુવર્ણ થાળ મંગાવી, મીંઢળ, ખાઈ તેમાં મન કર્યું. પછી રથનેમિને કહ્યું, “આ તમે પી જાઓ” ત્યારે રથનેમિએ કહ્યું, “શું હું થાન છું ?” રાજીમતીએ કહ્યું, “તારા વડીલબંધુએ મને વમન કરી છે તે મારે ઉપમ કરવાને કેમ ઈચ્છે છે?” તે સાંભળી રથનેમિ લજવા અને તેણે રામતીની આશા છોડી દીધી. શ્રી નેમિ પ્રભુને કેવળ જ્ઞાન જગતના સર્વ જી પર સમદષ્ટિ રાખતા ભગવાન છદમી કાળમાં ચોપન દિવસ વીતાવ્યા પછી રૈવતગિરિના સહસ્રામ્રવનમાં પધાર્યા અને એક વૃક્ષની નીચે આઠમ તપ કરી કાઉસગ ધાને રહ્યા. અહીં ઘાતકર્મનો ક્ષય થતાં, આસો વદ અમાવાસ્યાના દિવસે, ચિત્રા નક્ષત્રમાં, પ્રભુને કેવળજ્ઞાન થયું. દેવોએ કેવળજ્ઞાન મહત્સવ કરી સમવસરણની રચના કરી. પ્રભુ પૂર્વારથી પ્રવેશી, એસવીસ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ દઈ, “નમો તિન્દુરસ' કહી, પૂર્વ ભિમુખે સિંહાસન ઉપર આરૂઢ થયા. શ્રીકૃષ્ણ પરિવાર સહિત સમવસરણમાં આવ્યા અને ભગવાનને વાંદી, ઈન્દ્રની પાછળ બેઠા. દેશના પૂરી થયા બાદ શ્રીકૃષ્ણ રાજમતિના રાગનું કારણ પૂછયું. ભગવાને પોતાને તેની સાથેને આઠ ભવને સંબંધ કહ્યો. તીર્થ સ્થાપના વરદત્તકુમારે બે હજાર કુમાર સાથે દીક્ષા લીધી. વરદત્ત વગેરે ભગવાનના અગિયાર ગણધર થયા. યક્ષિણી વગેરે સાધ્વીઓ થઈ.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy