SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મઘોષ નામના આચાર્ય ભગવંતની ખબર લેવા ગયા છે, તે વખતે તે પુણ્યાત્માએ આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિ મહારાજનીR સેવામાં રહેતા મુનિવરોને કેવા સ્વરૂપમાં જોયા, એનું વર્ણન કરતા કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે, ધ્યાનાથીનાત્મનઃ વાંશ્વિત્ વૈશ્વિઞૌનાવનવિનઃ । कायोत्सर्गस्थितान्कांश्चित् पठतः कश्चिदागमम् ॥ वाचनां ददतः कांश्चित्, कांश्चिद् भूमिं प्रमार्जतः । ચંદ્રમાનાત્ ગુરુાંશ્વિત્ - ઘિર્મયાનુષ: {{ श्रुतमुद्दिशतः काश्चित् कांश्चित्तदनुजानतः ॥ - तत्त्वानि वदतः कांश्चित् - तत्राद्राक्षीन्मुनीनपि ॥ જેમાંના કેટલાક તો પોતાના આત્માને ધ્યાનાધીન કરીને રહેલા હતા, કેટલાક મૌનનું અવલંબન કરી રહ્યા હતા, કેટલાક કાયોત્સર્ગમાં સ્થિત હતા, કેટલાક આગમને ભણતા હતા, કેટલાક વાચનાને આપતા હતા, કેટલાક ભૂમિનું પ્રમાર્જન કરતા હતા, કેટલાક ગુરુને વંદન કરતા હતા, કેટલાક ધર્મ કથાને કરતા હતા, કેટલાક શ્રુતનો ઉપદેશ કરતા હતા, કેટલાક શ્રુતની અનુજ્ઞા કરતા હતા અને કેટલાક તત્ત્વોને કહેતા હતા વિચારશો તો સમજાશે કે આ આખાયે વર્ણનમાં બાહ્ય અને અત્યંતર તપના આસેવન સિવાય બીજું કશું જ નહિ દેખાય અને આવી રીતે બાહ્યા અને અત્યંતર તપના સાચા ઉપાસકો પરીષહોથી ડરનારા હોય એવી કલ્પના પણ પાપરૂપ કાં ન ગણાય ? આવા વર્ણનો મુનિપણાના અર્થીઓએ પોતાના હૃદયપટ ઉપર કોતરી રાખવા જોઈએ. મુનિપણું લેવા માત્રથી જ આત્માનું શ્રેય નથી, પણ લીધા પછી તેની આ રીતે આરાધના કરવામાં જ કલ્યાણ છે, એ વાત કલ્યાણના અર્થી આત્માઓએ કદી જ વિસરવા જેવી નથી. જેમ-જેમ દિવસ જાય તેમ-તેમ મુનિ એવી પ્રવૃત્તિમાં આગળ ને આગળ વધતો જ જવો જોઈએ અને ન વધાય તેનું સાચા કલ્યાણના અર્થીને દુ:ખ થવું જોઈએ. કારણકે આવી સર્વોત્તમ સામગ્રી મળ્યા પછી પણ આરાધના ન થાય એ ભયંકરમાં ભયંકર કમનસીબી છે, એ જ કારણે રાજા-મહારાજાઓ પણ અમે પૂર્વે વિવેકીસ્નેહીમાં સાથી ૭/ હિતષીતા હોય છે...૩
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy