SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સીત.... ભાગ-૨ કોણ હતા ? એ વાતને સર્વથા ભૂલી જાય છે, અને સઘળીએ પૂર્વાવસ્થાને ભૂલી, ખોટું માન તથા ખોટી મોટાઈનો ત્યાગ કરી, સદ્ગુરુની નિશ્રામાં જીવન સમર્પી દઈ, આજ્ઞા લઈ, આજ્ઞા મુજબની આરાધના કરવામાં જ રક્ત બની જાય છે. એમાંના જ આ બે રાજર્ષિઓ છે. આપણે આ બંનેય રાજર્ષિઓની જીવન ચર્યા જોઈ રહ્યા છીએ. તેમાં તે પૂર્વે રાજા હતા. આ જાતના વર્તનની સ્હેજ ગંધ સરખી પણ આવે છે ? નહિ જ. અને એવા મુનિપણામાં ઓતપ્રોત થઈ ગયેલા આત્માઓમાં આવે પણ શાની ? એક મોટા રાજ્યને ૭૦ ત્યજીને ચાલી નીકળેલા મહર્ષિઓ બાળકની જેમ સદ્ગુરુની નિશ્રા સેવી, પરીષહોને સુંદરમાં સુંદર રીતે સહી ઘોર તપશ્ચર્યા તપી રહ્યા છે, એ જ સૂચવે છે કે મુનિજીવન એ એક આ મનુષ્યલોકમાં દિવ્ય જીવન છે, અને એવું જીવન ધાર્યે સમયે મુક્તિ આપે એમાં આશ્ચર્ય શું છે ? એવું મુનિજીવન મેળવવા માટે ખોટી મમતાના ત્યાગની અને સાચી મમતાના સ્વીકારની અનિવાર્ય આવશ્યકતા છે. ........રામ-લક્ષ્મણને ખોટી મમતાના ત્યાગપૂર્વકની સાચી મમતા મેળવવાનો રાજમાર્ગ દર્શાવતા ન્યાય-વિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર માવે છે કે - "आत्मप्रवृत्तावतिजागरूकः परप्रवृतौ बधिरांधमूकः । सदा चिदानन्दपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी ॥१॥" જે આત્મ કલ્યાણકર પ્રવૃત્તિમાં અતિ અપ્રમાદી હોય, પરપ્રવૃત્તિ પૌદ્ગલિક પ્રવૃત્તિને સાંભળવા માટે બધિર, જોવા માટે અંધ અને તેનો ઉપદેશ કરવા માટે મુંગો હોય તથા સદાય ચિદાનંદપદનો એટલે મુક્તિપદનો ઉપયોગી હોય, તે યોગી લોકોત્તર સામ્યને પામે છે. અપૂર્વ આરાધનાના યોગે લોકોત્તર સામ્યને પામી ચૂકેલા આ બંને રાજર્ષિઓ, એક મોક્ષપદની સાધનામાં રક્ત બનેલા અને એ જ કારણે ૫૨-એટલે પૌદ્ગલિક પ્રવૃત્તિઓથી પર બનેલા અને આત્મિક પ્રવૃત્તિમાં અપ્રમત્ત બનેલા હોઈ, પ્રભુમાર્ગની આરાધનામાં એવા રક્ત બન્યા છે કે જેઓને પોતાના શરીરની પણ પરવા નથી રહી. પરીષહના સહનને પ્રતાપે અને તપશ્ચર્યા તપવાને લઈને આત્મા પ્રભુમાર્ગનો કેવો આરાધક બની શકે છે, એ વાત આપણને આ બંનેય રાજર્ષિઓની જીવનચર્યાથી સારામાં સારી રીતે સમજી શકાય
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy