SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ-૨ સતત શ્ન રામ-લહમણને સજવામાં જ મુનિવરોની સાચી શોભા છે. એ બે વિનાનું મુનિપણું ખરેખર જ લખું લાગે છે. એ જ કારણે નિર્યુકિતકાર મહર્ષિ શ્રુતકેવલી ભગવાન્ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રની નિયુક્તિ દ્વારા ભગવાન્ શ્રી તીર્થંકરદેવોના દૃષ્ટાંતથી મુનિવરોને ઉત્સાહિત કરવા ફરમાવે છે કે, "तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्जियव्वयधुवम्मि । अणिगृहिय बलविरिओ, तवोविहाणंमि उज्जमड़ ॥१॥" किं पुण अवसेसेहिं, दुवखवखयकारणा सुविहिएहिं । होई न उज्जभियव्वं, सपच्चवायंमि माणुस्से १२॥" “ચાર ચાર જ્ઞાનના ઘણી, દેવોથી પૂજિત અને નિશ્ચિતપણે જેની મુક્તિ થવાની છે, તેવા શ્રી તીર્થકર મહારાજા પણ બળ અને વીર્ય ગોપવ્યા વિના તપોવિધાનમાં ઉદ્યમશીલ થાય છે. તો પછી પ્રત્યપાયોથી સહિત એવા મનુષ્યપણામાં દુ:ખક્ષયના કારણે અન્ય સુવિહિત મહર્ષિઓએ શા માટે ઉઘમ ન કરવો જોઈએ ? ૨ વા ઉત્તમ પ્રકારના ઉપદેશામૃતનું નિરંતર પાન કરવા છતાં પણ જે મુનિઓ બારે પ્રકારના તપનું યથાશક્તિ સેવન કરવામાં અને માર્ગમાં ટકી રહેવા માટે તથા કર્મની નિર્જરા માટે નિરંતર સહવા યોગ્ય પરીષહોને સહવામાં પોતાના સામર્થ્યનો ઉપયોગ નથી કરતા, તે ખરે જ મુનિપણાના આસ્વાદથી વંચિત રહે છે, જે આત્માઓને મુનિપણાનો આસ્વાદ લેવાની ભાવના હોય તે આત્માઓએ તો ગુરુનિશ્રામાં રહી, પરીષહો આવે ત્યારે એને ખૂબ સમતાપૂર્વક સહન કરવાની શક્તિ કેળવી લઈને, એ પરીષહોને અને બારે પ્રકારના તપને પોતાના સાથી જ બનાવી લેવા જોઈએ. સાચો આનંદ એ બે સાથીઓની આરાધનામાં જ રહેલો છે અને એ જ [ કારણે પ્રભુમાર્ગની આરાધનામાં રક્ત મુનિપુંગવો જ્યારે કોઈ જુએ Rછે ત્યારે એવીને એવી પ્રવૃત્તિમાં રક્ત દેખાય, કારણકે એ સિવાયની - પ્રવૃત્તિ તે આત્મા માટે હોઈ જ નથી શકતી. એ જ કારણે જ્યારે ધન નામના સાર્થવાહ કે જે પહેલા ઉં ભવમાં ઋષભદેવસ્વામીનો આત્મા છે, તે પોતાના સાર્થમાં આવેલા
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy