SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સીતા... ભાગ-૨ ૧૬ ........રામ-લક્ષ્મણને 2 ૧. કિંમતી માનવજીવન, અવસ્થાને અનુરૂપ ચેષ્ટાઓમાં જ વેડફી નાખવું એ ખરેખર જવિવેકી આત્માઓ માટે લજ્જાસ્પદ છે. ૨. જે પુરુષ બાલ્યકાળમાં વિષ્ટા જેવી માટીમાં રમે છે, તરૂણ અવસ્થામાં કામની ચેષ્ટાઓ કરે છે અને વૃદ્ધ અવસ્થામાં અનેક જાતિની દુર્બળતાઓથી રીબાય છે, તે પુરુષ કોઈ પણ અવસ્થામાં પુરુષ નથી, પણ તે બાલ્યાવસ્થામાં ભૂંડ છે, યુવાન અવસ્થામાં રાસભ છે અને વૃદ્ધ અવસ્થામાં અતિશય ઘરડો બળદ છે. ૩. મનુષ્ય જન્મને પામ્યા છતાં પણ અંતમુર્ખ નહિ થતા બાળભાવમાં માતાની સામે જોયા કરવું, તરૂણપણામાં યુવાન સ્ત્રીનું મુખ જોયા કરવું અને વૃદ્ધ અવસ્થામાં પુત્રનું મુખ જોયા કરવું એ ડહાપણ નથી પણ મૂર્ખતા છે. ૪. જે લોકો ધનની આશાથી વિહ્વળ બનીને પોતાના જન્મને પરની સેવાઓમાં, કૃષિકર્મમાં તથા અનેક આરંભોથી ભરેલા વ્યાપારોમાં અને પશુપાલનના કર્મમાં વીતાવે છે, તે લોકો પોતાના જન્મને અફ્ળપણે ખપાવી દેનારા છે. ૫. જેઓ પોતાના જન્મને ધર્મકર્મો દ્વારા પસાર કરવાને બદલે સુખીપણામાં કામલલિતો દ્વારા અને દુઃખીપણામાં દીનતાભર્યા રુદનો દ્વારા પસાર કરે છે તેઓ મોહથી અંધ બનેલા છે. ૬. અનંત કર્મોના સમૂહને એક ક્ષણવારમાં ક્ષીણ કરી નાંખે તેવા મનુષ્યપણાને પામવા છતાં પણ જેઓ પાપ કર્મોની આચરણા કરે છે તેઓ પાપાત્માઓ છે. ૭. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રના પાત્રરૂપ મનુષ્યપણાને પામવાં છતાં પણ જે આત્માઓ પાપકર્મોને સેવે છે, તે આત્માઓ સુવર્ણના પાત્રમાં મદિરાને ભરનારા છે.
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy