SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણરૂપ એવા મનુષ્યપણાને છે પામ્યા છતાં પણ જે લોકો નરકની પ્રાપ્તિના ઉપાયોરૂપ વાત કર્મોમાં ઉદ્યમશીલ થાય છે, તે લોકો ખરેખર જ ખેદ ઉત્પન્ન કરનાર લોકો છે, કારણ કે એવી કાર્યવાહી કરનાર લોકને જોવાથી હિતચિંતક સત્ત્વોને સાચે જ દુઃખ પેદા થાય છે. ૯. જે મનુષ્યપણાની, અનુત્તર સુરો પણ પ્રયત્નપૂર્વક આશા કરે છે, તે પ્રાપ્ત થયેલા મનુષ્યપણાને પાપકર્મોમાં યોજવું, એ પુણ્યશાળી આત્માઓનું કામ નથી, પણ પાપી આત્માઓનું જ કામ છે. આ સ્પષ્ટ છે કે દશ દૃષ્ટાંતોથી દુર્લભ એવા માનવભવને પામીને બાળ ચેષ્ટાઓ કરવી, વિષયોને વિવશ બનવું માતા, પત્ની કે પુત્રાદિ પ્રત્યે પ્રેમમગ્ન થવું, લક્ષ્મીને પેદા કરવા માટે અનેક જાતના આરંભાદિમાં ઉધમશીલ બનવું અને નરકની પ્રાપ્તિમાં કારણભૂત એવા અનેક પાપોની આચરણાઓ કર્યા કરવી એ પરમપુણ્યોદયના પ્રતાપે પ્રાપ્ત થયેલા માનવજીવનરૂપ વૃક્ષને સફળ કરવાના ઉપાયો X નથી. પણ તેને નિષ્ફળ બનાવીને ખેદાનમેદાન કરી નાંખવાના જ ઉપાયો છે. એ માનવજીવનરૂપ વૃક્ષને સફળ કરવાના ઉપાયો, તો એ છે કે જીવનને પામી સદ્ગુરુઓના યોગે અંતર્મુખ, એટલે અન્યકોઈના મુખ સામે જોવું એ એક ભયંકરમાં ભયંકર મૂર્ખતા છે એમ માની એક આત્મા અને તેના સ્વરૂપની જ સન્મુખ જોતા થઈ, મુક્તિને જ એક ધ્યેય બનાવી, અર્થ અને કામની આસક્તિથી બચવું, એ અર્થની અને કામની આસક્તિથી બચાવવા માટે જ 8, ધર્મતીર્થની સ્થાપના કરનારા એ જ કારણે પરમઉપકારી એવા શ્રી ? જિનેશ્વરદેવોની સેવામાં જ આનંદ માનવો, એ પરમતારકોની આજ્ઞા મુજબ વર્તવાનો યથાશક્તિ પ્રયત્ન કરનારા એ જ કારણે પાંચ મહાવ્રતોને ધરનારા અને ધીરતાપૂર્વક પાળનારા, સદાય સામાયિકમાં જ એટલે સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ રત્નત્રયીની આરાધનામાં રક્ત રહેનારા અને મહાવ્રતાદિના પાલન ઉત્તમ કુળો ? અતુમ મહિમા....૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy