SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ilities ભૂંડ જેવો બને છે. તે પછી ગર્દભ જેવો બને છે અને પછી ઘરડા બળદ જેવો બને છે, પણ કદીય તે પુરુષ નથી બનતો.” મૂર્ખ મનુષ્ય બાળકપણામાં માતૃમુખ એટલે માતાનું મુખ જોનારો બને છે. તરૂણપણામાં તરૂણીમુખ એટલે સ્ત્રીનું મુખ જોનારો બને છે અને વૃદ્ધાવસ્થામાં સુતપુખ એટલે પુત્રનું મુખ જોનારો બને છે, પણ કદી જ તે અંતર્મુખ એટલે આત્મા તરફ મુખ કરનારો બનતો નથી. અર્થાત્ - મુર્ખ મનુષ્ય બાલ્ય અવસ્થામાં માતાના મુખ સામે જોયા કરે છે. યુવાન અવસ્થામાં સ્ત્રીના મુખ સામે જોયા કરે છે, અને વૃદ્ધાવસ્થામાં પુત્રના મુખ તરફ જોયા કરે છે, પણ તે કદી જ આત્મા તરફ જોતો નથી.” ધનની આશાથી વિહ્વલ બનેલો માણસ સેવા-નોકરી, કર્ષણ-ખેતી, વાણિજ્ય-વ્યાપાર અને પશુપાલનપણું આદિ કર્મો દ્વારા મનુષ્યન્મને અફલપણે ગુમાવી નાંખે છે. મોહે કરીને અંધ બનેલા આત્માઓ, સુખીપણામાં કામની ચેષ્ટાઓ દ્વારા અને દુઃખીપણામાં દીનતા ભરેલા રૂદનોએ કરીને જન્મ ગુમાવે છે, પણ ધર્મ કર્મો દ્વારા તો નહિ જ. એક ક્ષણવારમાં અનંત કર્મોના સમુહને ક્ષય કરવામાં સમર્થ એવા આ મનુષ્યપણાને પામેલા છતાં પણ પાપી આત્માઓ પાપોને કરે છે." “જ્ઞાન, દર્શન અને ચારિત્ર-રૂપી ત્રણ રત્નોના ભાજન રૂપો મનુષ્યપણામાં પાપકર્મની આચરણા, એ સુવર્ણના ભાજનમાં મદિરાપાન બરાબર છે. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણરૂપ મનુષ્યપણાને મેળવ્યા છતાં પણ લોક નરકપ્રાપ્તિના ઉપાયરૂપ કાર્યોમાં જ ઉદ્યમશીલ થાય છે. મનુષ્યપણાની પ્રાપ્તિ માટે અનુત્તરસુરો પણ પ્રયત્નપૂર્વક આશા કરે છે, તે સંપ્રાપ્ત થયેલા મનુષ્યપણાને, પાપી આત્માઓ પાપોની આચરણાઓમાં યોજે છે!” શ્રી જિનેશ્વરદેવના શાસનના પરમપ્રભાવક અને કલિકાળમાં સર્વજ્ઞ સમા આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આ કથનથી સમજી શકાશે કે, ઉત્તમ કુળનો ર અનુયમ મહિમ...૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy