SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સત... ભાગ-૨ રામ-લક્ષ્મણને अधित्ववस्तु मे भक्ति -नित्यं क्षेमंकरा पथि । एषाहमनुयास्यामि, रामं विद्युढिवांबुदम् ।। “હે પૂજ્ય ! આપવા ઉપરની મારી ભક્તિ સદાય મારા માર્ગમાં કલ્યાણ કરનારી થશે. એ જ કારણે વીજળી જેમ મેઘની પાછળ જાય છે તેમ હું શ્રી રામચંદ્રજીની પાછળ જઈશ.” આ કથનથી એ પણ સમજાશે કે કુલવધૂઓની વૃત્તિ પોતાના પતિની માતા માટે કેવા પ્રકારની હોવી જોઈએ? પતિભક્તા સ્ત્રીઓ પતિના વડીલો પ્રત્યે સન્માનબુદ્ધિ ન ધરી શકે એ વસ્તુ શક્ય જ નથી. પતિના દુ:ખે દુ:ખી અને સુખે સુખી મહાસતીઓ પતિના પૂજ્યો પ્રતિ પૂજ્ય દૃષ્ટિ, મિત્રો પ્રત્યે મિત્રતાભરી, દુશ્મનો પ્રત્યે દુશ્મનતા ભરેલી દૃષ્ટિને જ ધરનારી હોય છે. એવી દૃષ્ટિ આવ્યા વિના સાચુ સતિપણું આવે એ વસ્તુ સંભવિત જ નથી. મન, વચન, અને કાયા આ ત્રણે યોગોનું સમર્પણ એવી દશા વિના થઈ શકતું જ નથી. એ ઉત્તમદશાના યોગે જ શ્રીમતી સીતાદેવીના હદયમાં સાસુનું કથન અંકાઈ ગયું અને એથી પ્રસન્નતા ખૂબ જ વધી. એ જાતની પ્રસન્નતાના પ્રતાપે જ આપના ઉપરની મારી ભક્તિ એ હંમેશા મારા માર્ગમાં મારું કલ્યાણ કરનારી થશે. આવા ઉદ્ગારો શ્રીમતી સીતાદેવીના મુખમાંથી નીકળી પડે છે. સીતાદેવીનું વનવાસગમન અને લોકોની વાણી એવા ઉમદા ઉદ્ગારો કાઢવાપૂર્વક પતિની પાછળ જવાનું કહીને શ્રીમતી સીતાદેવી કે જે શ્રી જનકરાજાની પુત્રી થાય છે તે ફરીથી તે શ્રીમતી અપરાજિતા નામના પોતાનાં સાસુને નમસ્કાર કરીને આત્મારામી આત્મા જેમ આત્માના ધ્યાનમાં જ રહે તેમ હદયમાં શ્રી રામચંદ્રજીનું જ ધ્યાન કરતાં-કરતાં ચાલી નીકળ્યાં. આ રીતે પતિની પાછળ વનવાસ સ્વીકારતાં શ્રીમતી સીતાદેવીને જોઈ અયોધ્યામાં રહેનારી સ્ત્રીઓને શું થયું? અને તેઓ શું-શું તથા કેવી રીતે બોલી ? એ વિગેરે વાતોનું વર્ણન કરતાં વર્ણવ્યું છે કે, અઢો અત્યંતમનવા, પતિભવન્ચી નાખવી ? आद्योढाहरणं जजे, पतिदैवतयोषिताम् ।। IDBI ) IID)
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy