SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ સંભવિત જ નહિ પણ સુસંભવિત બનાવી દીધી એ આપણે જોયું. આ પ્રભુશાસનમાં આવી સાસુઓના દૃષ્ટાંતો એક નહીં પણ અનેક છે. Ro_ જેના હૃદયમાં પ્રભુશાસન વસે તેના હૃદયમાં ઉચિત અને આવશ્યક છે સદ્ભાવના આવતા વાર લાગતી જ નથી. એટલી જ કે પ્રભુશાસન હૃદયમાં વસવું જોઈએ. પ્રભુશાસન જેઓના હૃદયમાં વસેલું હોય છે તેઓના હદયમાં આવશ્યક વાત્સલ્ય જેમ સદાસ્થાયી રહે છે તેમ વિવેક પણ તેની સાથે જ રહે છે. એવા પુણ્યાત્માઓ વાત્સલ્યના મોહમાં વિવેકને કદી વિસરતા જ નથી. જે હેતુથી પુત્ર અને પુત્રવધૂ પ્રત્યે અસાધારણ વાત્સલ્ય હોવા છતાંપણ પિતાની આજ્ઞા પાળવા માટે વનવાસ સીધાવતા પુત્રને અને પતિની પાછળ જવા સજ્જ થયેલ પુત્રવધૂને અટકાવી જ રાખવાના અવિવેકને આધીન શ્રીમતી અપરાજિતાદેવી ન જ થયા. જેમ પુત્રને મૂંગી અનુમતી આપી તેમ પુત્રવધૂને પણ એ જ કહ્યું કે તારી માંગણીના ઉત્તરમાં હું ના પણ નથી પાડી શકતી અને હા પણ નથી પાડી શકતી. કારણકે ના પાડવામાં હું તારી ફરજનો ભંગ કરાવવાના પાપની ભાગીદાર થાઉં છું અને હા કહેવામાં અનિષ્ટ એવા તારા કષ્ટમાં અનુમોદન આપનારી થાઉં છું. તારી આ માંગણી એવી છે કે જે મને “ના' અગર ‘હા’ બેમાંથી એક પણ કહેવા માટે ઉત્સાહ નથી થવા દેતી. મહાસતીની વિનયશીલતા એ પ્રમાણે કહીને પોતાના સાસુ જ્યાં મૌન થયાં કે તરત જ અસ્થિમજ્જા બની ગયેલ પતિભક્તિ અને વિનયશીલતાના યોગે શોકરહિત અવસ્થાને ભોગવતા શ્રીમતી સીતાદેવી એકદમ ફરીને પણ પોતાની સાસુને નમી પડ્યા. પોતાની સાસુમા વાત્સલ્યથી ભરેલાં અને ફરજનું સુંદર રીતે ભાન કરાવનારા વચનો સાંભળીને શ્રીમતી સીતાદેવીનું મુખ પ્રાતઃ કાળમાં કમળ જેમ ખીલે તેમ ખીલી ગયું પ્રાત:કાળના વિકસીત કમળની જેમ વિકસિત મુખવાળા બનેલ અને એ જ કારણે પ્રસન્નતા ભરેલી અવસ્થાને ભોગવતા શ્રીમતી સીતાદેવીએ પણ નમસ્કાર કરીને પોતાના સાસુ શ્રીમતી અપરાજિતાદેવી પ્રત્યે કહ્યું કે, શ્રી રામચંદ્રજીતે વાવ(..૧૨
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy