SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ (OILOL कष्टादभीता सीतेयं, सतीजनमतल्लिका । अहो शीलेन महता, पुनीतं स्वं कुलद्वयम् ॥ ડ્રતિ વ્યવર્ઝન્તtt , શોdoઢયા (મરા ? વીરતt: Hથમૌહિ, સીતા થતી વનં પ્રતિ ? “અહો ! આવા પ્રકારની અત્યંત ભક્તિના યોગે શ્રી જનકરાજાની પુત્રી સીતાદેવી પતિને દેવ તરીકે માનનારી સ્ત્રીઓમાં આજે પ્રથમ દૃષ્ટાંતરૂપ થયા. અહો ! સતી સ્ત્રીઓમાં ઉત્કૃષ્ટ અને કષ્ટથી નહિ ભય પામતા આ શ્રીમતી સીતાદેવી મોટા શીલથી પોતાના પતિ સંબંધી અને શ્વસુર સંબંધી બંને કુળને પવિત્ર કરે છે. આ પ્રમાણે શોકથી ગદ્ગદ્ બનેલી વાણી દ્વારા વર્ણન કરતી નગરની સ્ત્રીઓ દ્વારા વન તરફ જતાં સીતાદેવી ઘણી જ મુસીબતથી જોવાયાં.” અર્થાત્ આ રીતે કોઈ પણ પ્રકારના કષ્ટની પરવા કર્યા વિના પતિની પાછળ વનવાસ માટે ચાલી નીકળેલાં શ્રીમતી સીતાદેવીને જોતાં નગરની સ્ત્રીઓ સમસમી ગઈ. નગરની સ્ત્રીઓનું હદય એવી દશામાં શ્રીમતી સીતાદેવીને જોઈ શોકમય બની ગયું. એ શોકના યોગે નગરની સ્ત્રીઓ એ રીતે વનમાં જતાં શ્રીમતી સીતાદેવીને ઘણી જ મુસીબતે જોવા લાગી, કારણકે એમનામાં સીતાદેવીને એવી અવસ્થામાં જોવાની તાકાત જ ન હતી. છતાં તેઓથી જોયા વિના રહેવાનું પણ નહોતું. એટલે તેઓ જોતી જોતી શોકથી ગદ્ગદ્ બની ગયેલી વાણી દ્વારા બોલતી હતી કે ખરેખર, આ શ્રીમતી સીતાદેવી પોતાની આવા પ્રકારની અત્યંત પતિ ભક્તિ દ્વારા આજે પતિને દેવ તરીકે માનનારી સ્ત્રીઓમાં આદ્ય ઉદહરણ રૂપ બન્યાં છે. ખરેખર, સતિપણાનું પાલન કરતાં આવી પડતાં કોઈપણ કષ્ટથી નહિ ડરતાં અને સતી સ્ત્રીઓમાં ઉત્કૃષ્ટ પદે બિરાજતાં એવા શ્રીમતી સીતાદેવી, આવા ઉત્તમ પ્રકારના શીલ દ્વારા પોતાના બંને કુળોને એટલે પિતાના અને શ્વસુરના એમ ઉભયના કુળને પવિત્ર કરે છે અર્થાત્ ખરેખર, ધન્ય છે આવી મહાસતીને !' ફરજનો ખ્યાલ હોય તો હક્કની વાત ન જ હોય શ્રી ભરત ગાઈ લે, પિતાનું ઋણ ટળે અને પિતાજી વિવિખે શ્રી રામચન્દ્રજીનો વિદવસ..૧૨
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy