SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સત.... ભાગ-૨ રિમ-લઢમણો સર્વ પ્રકારે હેય જ છે. અને એક પણ પ્રકારે ઉપાદેય નથી, પણ જો એ દશા ન જ હોય તો આવા ઉત્તમ પ્રસંગો અવશ્ય અનુકરણીય જ છે. કે જેથી અન્ય આત્માઓને પ્રભુધર્મ પ્રત્યે બહુમાન જન્મે. પ્રભુશાસનની સુવાસના પ્રતાપે હદય સુંદર ન બન્યું હોય તો આવે અવસરે પોતાની પુત્રવધૂને ખોળામાં બેસાડવાની અને આ રીતનું આશ્વાસન આપવાની ઉદારતા અને સહદયતાની આશા સાસુ પાસેથી કેમ જ રાખી શકાય ? આવા દુ:ખદ પ્રસંગમાં પણ પુત્રવધૂને નિતરતી આંખે આશ્વાસન આપતાં શ્રીમતી અપરાજિતાદેવીએ અનેક વસ્તુઓનું સુંદરમાં સુંદર ઉદ્ધોધન કર્યું છે. વાત્સલ્યની અવધિ આપણે જોયું કે શ્રીમતી સીતાદેવીએ વનમાં જવાની આજ્ઞા માંગી એ વાત શ્રીમતી અપરાજિતાદેવીથી સહન ન થઈ શકી અને એથી જ એ દેવીનાં નેત્રોમાંથી કંઈક ઉષ્ણ આંસુઓ ધારારૂપે વરસ્યા. એ આંસુઓથી શ્રીમતી અપરાજિતાદેવીએ પોતાની પુત્રવધૂને ખોળામાં બેસાડીને નવરાવી દીધી અને રોતાં-રોતાં પુત્રી તરીકે સંબોધીને કહયું કે, “મારો દીકરો રામભદ્ર, પોતાના પિતાની આજ્ઞાથી વનમાં જાય છે, એ એને માટે દુષ્કર નથી પણ સહજ છે, પણ તારા માટે એ કોઈપણ રીતે શક્ય નથી : વનમાં જવું તારા માટે યોગ્ય નથી. એનું કારણ એ પણ છે કે તું જન્મથી આરંભીને આજ દિન સુખી ઉત્તમ વાહનો દ્વારા લાલનપાલન કરાયેલી છો. એથી તારા જેવી માટે પગે ચાલવાનું કામ ઘણું જ કષ્ટકારી છે. વધુમાં તારું અંગ પણ કમળના ઉદર જેવું સુકુમાર છે અને અવશ્ય તે તાપાદિકથી ફલેશ પામવાનું જ અને એના યોગે રામભદ્રને પણ ફલેશ થવાનો. ખરેખર, આ પ્રમાણે કહીને તો શ્રીમતી અપરાજિતાદેવીએ જે વાત્સલ્યની અવધિ બતાવી દીધી છે, કારણકે સાસુ અને પુત્રવધૂની ( હરિ સુખી દશાનો, કષ્ટમય દશાનો અને સુકુમારતાનો વિચાર વિશ્વમાં પ્રાય: અસંભવિત મનાયેલી વસ્તુ છે. સભા સાહેબ !ખરેખર, એમ જ છે ! એ અસંભવિત મનાયેલી વસ્તુને શ્રીમતી અપરાજિતાદેવીએ -IIી -
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy