SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ હેવીવ નાનતાસ -માનન્નોત્તમવી નૈઃ ? सहिष्यसे कथं वत्से ! पादचंक्रमणव्यथाम् ॥ तवांगं सौकुमार्येण, कमलोढरसोढरम् । क्लिष्टं तापाढिना कुर्यात् क्लेशं दाशरथेरपि ।। स्वभर्तुरनुयानेना - निष्टकष्टागमेन च । ન જપેયં ન વાળુ, વાજ્યાન્ત »ગુજહે હે વત્સ ! મારો વિનયી પુત્ર શ્રી રામચંદ્ર પિતાની અનુજ્ઞાથી વનમાં જાય છે એ તે નૃસિંહ માટે દુષ્કર નથી જ પણ હે વત્સ ! તું તો પટ્ટરાણીની જેમ જન્મથી આરંભીને આજ સુધી ઉત્તમ પ્રકારનાં વાહનોથી લાલનપાલન કરાયેલી છો, એટલે પગે ચાલવાની વ્યથાને કેમ કરીને સહી શકશે ? વળી હે વત્સ ! તારું અંગ સુકુમારપણાને કરીને કમળના ઉદર જેવું છે. તે જ્યારે તાપાદિકથી કલેશને પામશે ત્યારે તે શ્રીરામચંદ્રને પણ કલેશ કરનારું નીવડશે. બીજું એક બાજુ તારી માંગણી પતિની પાછળ જવાની છે તે કારણે અને બીજી એમ કરવાથી તારી ઉપર અનિષ્ટકારી કષ્ટનું આગમન થયું છે. તે કારણે શ્રી રામચંદ્રની પાછળ જતી તને નિષેધ કરવાને કે અનુજ્ઞા કરવાને હું ઉત્સાહવતી નથી બનતી.” પ્રભુશાસનની સુવાસનો પ્રતાપ ‘સાસુ ! અને આવું વાત્સલ્યભર્યું હદય' કેવી ભાવના હોય ત્યારે હોઈ શકે એ ખૂબ જ વિચારણીય છે. આવા સુંદર પ્રસંગે એટલે કે પુત્રને રાજ્યારૂઢ થવાનું હોય તો તે જ પ્રસંગે વનમાં જવાનો પ્રસંગ ઉભો થાય એવાં પ્રસંગે પુત્રવધૂને જોઈને સાસુને શું થાય છે અને એના મુખમાંથી કેવી-કેવી સરસ્વતીઓનું પ્રકાશન થાય ? એ તો કહે ! સભા સાહેબ ! પૂછો જ મા. તો વિચારો કે પ્રભુશાસનની સુવાસ પણ સંસારને કેવો સુંદર અને અનુકરણીય બનાવે છે ? સંસારનો સર્વ રીતે ત્યાગ થાય એ તો ઈષ્ટ જ છે, અને એવી દશા આવી જાય તો તો આ સંસારમાં એક ક્ષણ પણ રહેવું એ યોગ્ય નથી, કારણકે સંસારની કોઈપણ કરણી આત્મા માટે હિતાવહ તો નથી પણ કંઈકને કંઈક હાનિ કરનારી તો અવશ્ય છે જ. એ જ કારણે વિવેકી આત્મા માટે સંસાર શ્રી રામચંદ્રજી ૨ વનવ...૧૨ છે
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy