SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સીતા... ભાગ-૨ ૨૫ .........મ-લક્ષ્મણને આ પ્રમાણે દીક્ષા લેવાના કારણોને જણાવ્યા બાદ શ્રી દશરથ મહારાજાએ પોતાના તે મંત્રીવરોને કહ્યું કે, अहिसिञ्चह मे पुत्तं पढमं चिय रज्जपालणसमत्थम् । પવનામિ વિë, નેળાહં અન્ન વિસત્યો “હે મંત્રિવરો ! રાજ્યનું પાલન કરવામાં સમર્થ એવા મારા પ્રથમ પુત્રને રાજ્ય ઉપર અભિષેક કરો કે જેથી વિશ્વસ્ત થયેલો હું આજે અવિઘ્નપણે પ્રવ્રજ્યાને અંગીકાર કરું.” મહારાજાના એ પ્રકારના વચનને સાંભળીને, સુભટો, અમાત્યો, અને પુરોહિતે, નરવરેંન્દ્રને પ્રવ્રજ્યા લેવાના નિશ્ચયવાળા જાણ્યા અને એમ જાણવાથી તેઓ એકદમ શોકસાગરમાં ડૂબી ગયા. અંત:પુર પણ નરાધિપને દીક્ષાભિમુખ જોવાથી રોવા લાગ્યું. મોહાસક્ત આત્માઓ આવા પ્રસંગે અવશ્ય મૂંઝાય છે. આવા પ્રસંગે નહિ મૂંઝાનારા આત્માઓ વિરલ હોય છે. મૂંઝાવા છતાં પણ ધર્મી કુટુંબોની દશા કોઈ જુદી જ હોય છે. એ વસ્તુ આપણને આ પ્રસંગમાં આગળ વધવાથી આપોઆપ જણાશે. હાલ તો આપણે એટલું જ જાણ્યું કે મહારાજાએ દીક્ષા લેવાની ભાવના પોતાના પરિવારને જણાવી અને એથી પરિવાર ઉદ્વિગ્ન બન્યો. સુપુત્ર ભરતની સુંદર વિચારણા ખરેખર, મોહરાજાનું સામ્રાજ્ય જ કોઈ વિલક્ષણ છે. મોહરાજાની જ રાજધાનીમાં રક્ત બનેલા આત્માઓ સ્નેહી આદિના વાસ્તવિક હિતને જોવા માટે સદાય અશક્ત જ હોય છે. કારણકે એ આત્માઓના સ્નેહ વગેરે પોતાના સ્વાર્થ માટે જ હોય છે. પણ આ શ્રી દશરથમહારાજાનું કુટુંબ તો પ્રભુશાસનથી સુવાસિત કુટુંબ છે. છે એટલે એ કુટુંબમાં મોહરાજાના સામ્રાજ્યની અસર વધુ સમય ટકતી જ નથી અને બન્યું પણ તેમ જ. અનેક રોઈ રહ્યાં હતા એમાંથી એક ભરત કે જે શ્રી દશરથ મહારાજાના ત્રીજા પુત્ર છે અને શ્રી કૈકેયી માતાના એકના એક જ
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy