SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ તેડરલ નતાન્તવવમઢને, ર્બિન્ધમાના હેઠ- જીરું હૃમાળઃ શરદય દ્રશ ઢિશર, બ્રેહાન્ત ઢીનાના: ૧ પતિ છે विद्यामंत्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् । रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् ॥२॥ | (શાંતસુધારસભાવના : બીજો પ્રકાશ). , (શાંત સધામા ખરેખર કષ્ટની વાત છે કે પરિપૂર્ણ પ્રતાપે છ ખંડની પૃથિવીને પોતાના તાબે બનાવીને જેઓ નવ નિધાન અને ચૌદ રત્નો આદિથી શોભી રહ્યાં છે. એવા ચક્રવર્તી રાજાઓ અને ભુજાઓ દ્વારા વૃદ્ધિ પામતો છે મદ જેઓનો તથા વિમાન, ઋદ્ધિ અને દેવાંગના આદિ પદાર્થોના પ્રેમથી પુષ્ટ બનેલા તેમજ સ્વર્ગને ભોગાવનારા સુરેન્દ્ર આદિ દેવો ખૂબ-ખૂબ વિલાસયુક્ત બની રહ્યા છે, તેઓ પણ પ્રાણાન્ત સમયે રક્ષણથી રહિત બન્યા થકા ક્રૂર કૃતાન્તના મુખમાં રહેલા દાંતો દ્વારા બળાત્કારથી નિર્દલિત થાય છે ત્યારે મરણથી બચવા માટે દીન મુખવાળા બનીને દશે દિશાઓમાં જોયા કરે છે. વિશેષમાં રોહિણી અને પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓ, શ્રી વજપંજર આદિ મંત્રો અને પ્રભાવશાળી મહૌષધિઓની સેવા કે જે વરુણ આદિ દેવોને વશ કરનારી છે, તેને કરો અથવા તો પુષ્ટિને કરનારા એવા રસાયણનું ભક્ષણ કરો તો પણ મરણ મૂકવાનું નથી. આવી અશરણદશાથી બચવા માટે શરણરૂપ કોઈ પણ હોય તો એક ધર્મ જ છે. પણ એ ધર્મ ખરે જ અનુપમ છે. અને એ જ કારણે મોક્ષગમન માટે યોગ્ય આત્માઓથી જ સુગ્રાહી છે. એ પરમતારક ધર્મનો શુદ્ધ હદયથી સ્વીકાર ભવ્ય આત્માઓ સિવાય અન્ય માટે શક્ય જ નથી. દુર્ભવ્ય આત્માઓ એ ધર્મથી દૂર જ ભાગતા ફરે છે, અભવ્ય આત્માઓ માટે તો એ ધર્મ અગ્રાહી છે અને દેવતાઓ એ ધર્મનો સ્વીકાર કરવાને દેવભવના કારણે અશક્ત હોવાથી તેઓ માટે માત્ર એ પ્રાર્થનીય જ છે. એ જ કારણે શ્રી દશરથ મહારાજાએ કહ્યું કે, ભવ્ય આત્માઓ માટે સુગ્રાહા, અભવ્ય આત્માઓ માટે અગ્રાહી અને દેવતાઓ માટે પ્રાર્થનીય એવા પ્રકારના ધર્મનું મુનિવર પાસેથી શ્રવણ કરવાના કારણે મને સંવેગ ઉત્પન્ન થયો છે અને એ સંવેગના પ્રતાપે હું આ સંસારસાગર તરી જવાને ઇચ્છું છું. આદર્શ પરિવારને આદર્શ વાતો..૧૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy