SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્ર છે તે એકદમ આગળ આવ્યા અને પોતાના પૂજ્ય પિતાને નમસ્કાર કરીને વિનંતી કરતા કહ્યું કે, नत्वा बभाषेऽथ भरतोऽहं सर्वविरतिं प्रभो ! ત્વયા સમભુપાદ્રાસ્યું, વસ્થાો, ત્યાં વિના નહિ ????? ममान्यथा हि द्वे कष्टे, स्वामिन्नत्यंतदुःसहे । एकं त्वत्पादविरहो, ऽपरं संसारतर्पणम् ॥२॥ “હે પ્રભો ! હું ભરત તો આપ પૂજ્યની સાથે સર્વવિરતિને અંગીકાર કરીશ આપ પૂજ્યના વિના હું આ સંસારમાં અવસ્થાન કરીશ નહિ. મારી આ વિનંતીનો આપ પૂજ્ય જો સ્વીકાર નહિ કરો તો હે સ્વામિન્ ! મને અત્યંત દુઃસહ એવા બે કષ્ટો થશે. એમાં એક તો આપ પૂજ્યનો વિરહ અને બીજું આ સંસારનું તર્પણ કરવું તે.’ ભાગ્યવાનો ! વિચારો કે ભરતની પુત્રતા કેવી સુવિશિષ્ટ છે ? આવા સુપુત્રથી કયા પિતાને સંતોષ ન થાય ? પૂજ્ય પિતાનો વિરહ સાલવા છતાં પોતે, પોતાના પિતાને પોતાની ખાતર સંસારમાં રહેવાનું નહિ કહેતાં પિતાની સાથે સર્વવિરતિનો સ્વીકાર કરવા પોતે જ સજ્જ થવું, એ શું સામાન્ય કોટિની સુપુત્રતા છે ? પિતાનો વિરહ એ નહિ ખમી શકનાર પુત્ર પિતાની સાથે સંયમ લેવા સજ્જ થઈ પિતાના કલ્યાણકાર્યને સરળ બનાવે એ એક અનુપમ બનાવ છે. પણ પ્રભુધર્મથી વાસિત પુત્રો માટે એમાં કશી જ અનુપમતા નથી. પ્રભુશાસનમાં એવા સંખ્યાબંધ પુત્રો થઈ ગયા છે કે જેમણે પિતાને કલ્યાણની પ્રવૃત્તિમાં પરિપૂર્ણ સહાય કરી છે. અને પિતાની સાથે અગર તો પાછળ પોતે પણ કલ્યાણ પ્રવૃત્તિની સાધના કરી છે. આ જ વસ્તુ ‘શ્રી પઉમચરિયમ્'ના કર્તા કોઈ જુદી જ રીતે વર્ણવે છે. અને કઈ રીતે વર્ણવે છે એ ખાસ જાણવા જેવું છે. પોતાના પિતા શ્રી દશરથ મહારાજાને તેવા પ્રકારથી વિરક્ત દશામાં આવી ગયેલા જોઈને તેમના ભરત એક ક્ષણમાં પ્રતિબુદ્ધ બની જાય છે અને પ્રતિબુદ્ધ અવસ્થામાં આવી ગયેલા ભરત વિચારે છે કે, 05830 આદર્શ પરિવારની ૨૫૩ આદર્શ વાતો...૧૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy