SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સત.... ભાગ-૨ વહન કરનારો અર્થાત્ મોક્ષસુખને આપનારો જે ધર્મ ભવ્યજીવો માટે સુગ્રાહી છે. અભવ્ય જીવો માટે અગ્રાહી છે અને દેવા માટે પ્રાર્થનીય છે, તે ધર્મને મેં આજે મુનિવર પાસેથી સાંભળ્યો, એ સાંભળીને મને સંવેગ થયો છે. એ સંવેગના યોગે હું આ સંસારસમુદ્રને સુખપૂર્વક ઉતરી જવાને ઇચ્છું છું." ભાગ્યવાનો ! વિચારો કે મંત્રી આદિના પ્રશ્નનો પ્રત્યુત્તર વાળતાં શ્રી દશરથ મહારાજાએ સંસારની અશરણતા અને ધર્મની અનુપમતા આદિની સુંદરતાનો કેવો સુંદરમાં સુંદર ખ્યાલ આપ્યો છે? જે આત્માઓને જ્ઞાનથી અગર પૂર્વની આરાધના અગર તો ૨૫) લઘુકર્મિતાના પ્રતાપે સહેજે સહેજે પણ સંસારની અશરણતાનો તો ધર્મની આવા પ્રકારની અનુપમતાનો ખ્યાલ આવે તે આત્માઓ માટે સંવેગ એ દુ:સાધ્ય વસ્તુ નથી જ અને સંવેગ આવ્યા પછી સંસારસાગરને તરવાની ભાવના અવશ્ય જાગે જ. અને એ જાગ્યા પછી ધક્ષાના સ્વીકાર તરફ જ હદય કળે, કારણકે એના વિના સંસારસાગરને તરવાનો અને મુક્તિપદે પહોંચવાનો એક પણ ઉપાય નથી. દીક્ષા તરફ અરુચિ ધરનારા અને એના વિના મુક્તિ સાધી શકાય છે એમ માનનારાઓ કોઈ પણ કાળે આ સંસારસાગરને તરી જઈ મુક્તિપદે પહોંચી શકતા જ નથી. એ જ કારણે શ્રી દશરથમહારાજા અન્ય કોઈ ઉપાય તરફ નહીં કળી પડતાં એ જ ઉપાય તરફ ધસી રહ્યાં છે. આ સારું એ જગત નિશ્ચિતપણે સુકા ઘાસની જેમ મરણરૂપ અગ્નિથી બળી રહ્યા છે. એમ કહીને મહારાજાએ સંસારની અશરણતા સહેલાઈથી સમજાવી દધી. સંસારની આ અશરણદશાને શ્રીજિનેશ્વરદેવનું શાસન નિરંતર સમજાવે છે. સઘળા જ સંસારીઓ મરણ આગળ શરણસહિત છે એમ પ્રભુનું P શાસન સાફ શબ્દોમાં ફરમાવે છે. અશરણ ભાવનાનો ખ્યાલ આપતાં મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર ફરમાવે છે કે, “રે પતંઠમહામહેનતેરસ, નિત્ય ઉમ્રાજ, 3 ये च स्वर्गभुजो भुजोनितमढा, मेदुर्मुढा मेदुराः ।
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy